આ કલરમાં આવશે OnePlus 6T, જાણો ક્યારે થશે લોન્ચ અને કેવા હશે ફિચર્સ
વનપ્લસ 6Tના લોન્ચિગ પહેલા જ આ ફોનના કલર અને તેના ફિચર્સ આવ્યા સામે, ઓફિશિયલ માર્કેટમાં તેની તસવીરમાં તેના બે કલર દેખાડવામાં આવ્યા છે.
નવી દિલ્હી: તહેવારોની આ સિઝનમાં સ્માર્ટફોન કંપનીઓ બજારમાં તેમની નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરી રહી છે. ત્યારે આ સમયમાં ચીનની મોબાઇલ કંપની વનપ્લસે તેના મોસ્ટ પોપ્યુલર સ્માર્ટ OnePlus 6Tને જલદી લોન્ચ કરવા જઇ રહી છે. પરંતું કંપની દ્વારા લોન્ચિંગ અંગે હજી કોઇ પણ પ્રકારની માહિતી આપવામાં આવી છે. ત્યારે લોન્ચિંગ પહેલા જ વનપ્લસ 6ટીને લઇને બજારમાં તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૌથી વધારે ચર્ચા તેના ફિચર્સ અને તેના કલરને લઇને કરવામાં આવી રહી છે, મળતી માહિતી મૂજબ આ ફોનને 17 ઓક્ટોબરે લોન્ચ કરાય તેવી શક્યતાઓ પણ છે.
OnePlus 6Tની લોન્ચિંગ પહેલા આ ફોનના કલર અને ફિચર્સ લીક થઇ ગયા છે. આ ફોનની ઓફિશિયલ માર્કેટિંગ ઇમેજમાં બે કલરમાં ફોન સ્પષ્ટ દેખાય છે. જેમાં મિરર બ્લેક અને મિડનાઇટ બ્લેક આ કલરમાં ફોન ખુબજ સ્ટાઇલીશ દેખાઇ રહ્યો છે. શાનાદાર ફિચર્સની સાથે સ્ટાઇલિશ બ્લેક કલર આ ફોનની સ્માર્ટનેસમાં વધારો કરી રહ્યો છે.
ફિચર્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ કેમેરાની સાથે ફિંગર સ્કેનર પણ આપવામાં આવ્યું છે. કંપની તેને 'Screen Unlock'નામ આપી રહી છે. તેની ખાસ વાત એ હશે કે ફોનને અનલોક કરવા માટે વારંવાર સ્ટેપ ફોલો કરવાની જરૂર નથી. આ ફિચર્સથી ફેસ અનલોકની જેમ જ તમે ફોનને અનલોક કરી શકાશે. ફોનમાં ડ્યુઅલ કેમેરા એક સીધી લાઇનમાં જ લગાવામાં આવ્યા છે. કારણકે ઓફિશિયલ માર્કેટિંગ તસવીરમાં કેમેરાની સાથે ગ્લાસ બેક પણ દેખાય છે. વનપ્લસના કો ફાઇન્ડર કાર્લ પાઇના જણાવ્યા અનુસાર, વનપ્લસ 6Tની બેટરી બેકઅપ પહેલા કરતા વધારે આપવામાં આવી છે. જેમાં VOOC ફાસ્ટ ચાર્જરની પણ સિસ્ટમ આપાવામાં આવી છે. સાથે જ બેટરીની ક્ષમતા 3500 mAhની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે વન પ્લસ 6માં 3,300 mAhની બેટરી આપવામાં આવી હતી.
હેડફોન જેક આપવામાં આવ્યો નથી
આ ફોનનું સૌથી ખાસ ફિચર એ છે, કે તેમાં હેડફોન જૈક આપવામાં આવ્યો નથી. જૈક હટાવી લેવાના કારણે વધેલા સ્પેશમાં ફોનમાં બીજા અન્ય ફિચર્સ ઉમેરી દેવામાં આવ્યા છે. આમાં ક્વૉલક્વૉમ સ્નૈપડ્રૈગન 845 પ્રોસેસર આપવામાં આવી હશે.
લોન્ચિંગ પહેલાજ કંપનીએ આપી આ ઓફર
લોન્ચ પહેલા જ કંપની દ્વારા એક જોરદાર ઓફર આપવામાં આવી રહી છે. કંપની દ્વારા આયોજિત એક પ્રતિયોગિતામાં તમે જોડાઇને તમે વનપ્લસ 6ટીને લોન્ચ પહેલા જ મેળવી શકો છો. કંપનીએ 'The Lab'નામથી વધુ એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. જેમાં કંપની જાતે પાંચ ખાસ વ્યક્તિઓને નવો ફોન ગીફ્ટમાં આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ ફોન લોન્ચ થયા પહેલા આ ગ્રાહકોએ કંપનીને ફોન અંગેના રીવ્યુ લખીને મોકલી આપવાના રહેશે
આ હશે કિમત
વનપ્લસ 6Tની આ વખતે થોડો મોધો હોઇ શકે છે. આ સ્માર્ટફોની કિંમતો અમેરિકામાં આશરે 550 ડોલર રાખવામાં આવી શકે છે. એટલે લગભાગ ભારતીય રૂપિયામાં આશરે 40,000 રૂપિયા હોઇ શકે છે. આ કિંમતો વનપ્લસ 6ની તૂલનામાં થોડી વધારે છે. યુએસમાં વનપ્લસ 6ની કિંમત થોડી વધારે છે.