Best smartphones with 108MP camera: સ્માર્ટફોનમાં જોવા મળતા કેમેરા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે ક્યાંક ગયા હોવ અને તમારો કેમેરો પરફેક્ટ કે એવરેજ ટાઈપનો ન હોય તો તમને અજીબ લાગે છે અને તમે સારી પળોને કેમેરામાં કેદ કરી શકતા નથી. આજે, આ લેખમાં, અમે તમને બજેટ રેન્જમાં આવતા આવા પાંચ સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમને 50 કે 64MP નહીં પણ 108MPનો શાનદાર પ્રાઇમરી કેમેરા મળશે. પ્રાઇમરી સાથે, તમને આ સ્માર્ટફોન્સમાં અલ્ટ્રાવાઇડ અને પોટ્રેટ લેન્સ પણ મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાંચ શાનદાર કેમેરાવાળા સ્માર્ટફોન


OnePlus Nord CE 3 Lite 5G: કંપનીએ હાલમાં જ આ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આમાં તમને ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે જેમાં 108MP મેઈન કેમેરા અને બે 2MP કેમેરા છે. સ્માર્ટફોનની કિંમત 19,999 રૂપિયાથી શરૂ થાય છે. ફ્રન્ટમાં 16MP કેમેરા આપવામાં આવ્યો છે.


realme 10 Pro 5G: આ સ્માર્ટફોન મોટી 5000 mAh બેટરી, 108MP પ્રાઈમરી કેમેરા અને બે 2MP કેમેરા સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટમાં 16MP કેમેરો ઉપલબ્ધ છે. તમે આ સ્માર્ટફોનને 18,999 રૂપિયામાં ખરીદી શકો છો.


આ પણ વાંચો:
અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ
શુકનનો દિવસ છતા લોકોએ સોનું ન ખરીદ્યું, અખાત્રીજે આખા ગુજરાતમાં માત્ર આટલુ જ સોનું
Breaking News Amritpal Singh Surrender: ભાગેડૂ અમૃતપાલ સિંહનું પોલીસ સમક્ષ સરન્ડર


Xiaomi Redmi Note 11 Pro Plus 5G: આ સ્માર્ટફોનમાં તમને 108MP પ્રાઈમરી કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2 MP પોટ્રેટ લેન્સ મળે છે. ફ્રન્ટમાં 16MP કેમેરા આપવામાં આવ્યો છે. તેની કિંમત 20,999 રૂપિયા છે. ફોનમાં 5000 mAh બેટરી અને સ્નેપડ્રેગન 695 ચિપસેટનો સપોર્ટ મળે છે.


Samsung Galaxy M53 5G: આ સ્માર્ટફોનની કિંમત પણ 20,999 રૂપિયા છે. આમાં, તમને પાછળની બાજુએ ચાર કેમેરા મળે છે, જેમાં એક 108MP મેઈન કેમેરા, બીજો 8MP અને બે 2MP કેમેરા છે. ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.


realme 9: આ સ્માર્ટફોનની કિંમત 16,999 રૂપિયા છે. આમાં, તમને 5000 mAh બેટરી, 16MP ફ્રન્ટ કેમેરા અને સ્નેપડ્રેગન 680 ચિપસેટનો સપોર્ટ મળે છે. ફોનની પાછળની બાજુએ 108MP મેઈન કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2MP ત્રીજો કેમેરો છે.


તમે તમારી પસંદગી અનુસાર આમાંથી કોઈપણ સ્માર્ટફોન ખરીદી શકો છો. આમાંથી કેટલાક સ્માર્ટફોન પર તમને ઈ-કોમર્સ વેબસાઈટ પર ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.. 


આ પણ વાંચો:
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત, ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો
પિતાવિહોણી દીકરીઓ માટે ગુજરાતના અહીં બનશે કન્યા ગુરુકુળ, ભણવાથી લઈ બધો ખર્ચ ઉપાડશે
રાશિફળ 23 એપ્રિલ: આ જાતકોને આજે થોડું જોખમ ફાયદો કરાવશે, જાણો કોણે રહેવું પડશે સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube