ફાલ્ગુની લાખાણી, અમદાવાદઃ તમે ટોચના નેતા, અભિનેતા, પત્રકાર, અધિકારીઓના સોશિયલ મીડિયા અકાઉન્ટના નામથી આગળ એક બ્લૂ ટિક હોય છે. આ બ્લૂ ટિકને વિશ્વસનિયતાનો પુરાવો માનવામાં આવે છે. બ્લૂ ટિક ધરાવતા અકાઉન્ટને વેરિફાઈડ અકાઉન્ટ કહેવામાં આવે છે. આજે જાણીશું કેવી રીતે સોશિયલ મીડિયા પર તમે તમારા અકાઉન્ટને વેરિફાય કરાવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ફેસબુક:-
સૌથી પહેલા વાત કરીશું ફેસબુકની. સૌથી લોકપ્રપિય એવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માહિતીનો ખજાનો છે. પરંતુ તેમાંથી કેટલા પર વિશ્વાસ કરવો એ જાણવાનું મુશ્કેલ છે. એટલે જ ફેસબુક વેરિફિકેશન ફીચર આપે છે. જેમાં તમારે તમારી ઓળખ અને વિશ્વસનિયતા સાબિત કરવાની રહે છે અને જો ફેસબુક તેની ખરાઈ કરી શકે તો તમને બ્લૂ ટીક મળી જાય છે. આ માટે તમારે નીચેના સ્ટેપ્ટ ફૉલો કરવાના રહેશે.  

- ફેસબુક પેઈજ વેરિફાઈ કરાવવા માટે તમારે https://en-gb.facebook.com/help/contact/295038365360854 પેઈજ પર જવાનું રહેશે.
- પેઈજમાં તમારું આઈ ડી પ્રુફ, કઈ શ્રેણીમાં તમે વેરિફાઈ કરાવવા માંગો છો, દેશનું નામ જેવી વિગતો ભરવાની રહેશે.
- આ સાથે તમે જે શ્રેણીમાં પેઈજ વેરિફાઈ કરાવવા માંગો છો, તેમાં તમારા કામની સાબિતી માટે પાંચ લિંક આપવાની રહેશે.
- તમામ વિગતો ભર્યા બાદ તમારે ફેસબુકમાં આ વિગતો સબમિટ કરવાની રહેશે.
- વિગતો ભરી દીધા બાદ તેની ચકાસણી થશે અને ફેસબુક તરફથી તમને ઈ-મેઈલ આવશે.
- વેરિફિકેશન એકવાર ન થાય તો 30 દિવસ બાદ તમે ફરીથી વેરિફિકેશન કરાવી શકો છો.


2. ઈન્સ્ટાગ્રામ:
વીડિયો અને ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનું અલગ અને ખાસ ઑડિયન્સ છે. જેમાં વેરિફિકેશન માટે તમારે નીચેના સ્ટેપ્સ ફૉલો કરવાના રહેશે.


- તમારા ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં લોગિન કરો.
- તમારા પ્રોફાઈલ તમારી પ્રોફાઈલમાં નીચે જમણી બાજુ આપેલા આઈકન અથવા પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો.
- જ્યાં તમને ત્રણ આડી લીટી જોવા મળશે તેના પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ.
- સેટિંગ્સમાં અકાઉન્ટમાં જઈ રીક્વેસ્ટ વેરિફિકેશન પર ક્લિક કરો.
- આ પેઈજમાં તમારું આખું નામ અને આઈડી પ્રુફ સહિતની વિગતો ભરો.
- તમામ વિગતો ભરી પુરાવા માટેની લિંક સાથે ફોર્મ સબમિટ કરી દો.
- તમારી રીક્વેસ્ટ ઈન્સ્ટાગ્રામ પાસે જશે, જો માહિતી યોગ્ય હશે અને ઈન્સ્ટાગ્રામની શરતોનું પાન થતું હશે તો તમારું પેઈજ વેરિફાઈ થઈ જશે.


3. ટ્વિટર:
માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર સમાચારો અને અપડેટ્સ મેળવવાનું સૌથી લોકપ્રિય માધ્યમ બની રહ્યું છે. ત્યારે તમારું ટ્વિટર અકાઉન્ટ વેરિફાઈ કરાવવાનો સ્ટેપ્સ નીચે પ્રમાણે છે.



- સૌથી પહેલા ટ્વિટર પર લોગ ઈન કરો. વેરિફિકેશન મેળવવા માટે તમારા ટ્વિટર અકાઉન્ટ પર તમામ વિગતો ભરેલી હોવી જરૂરી છે.
- તમારા ટ્વિટર અકાઉન્ટમાં સેટિંગ્સ અને પ્રાઈવસી ઓપ્શનમાં જઈ યોર અકાઉન્ટ અને તેમાંથી અકાઉન્ટ ઈન્ફોર્મેશન ઓપ્શન સિલેક્ટ કરો.
- અકાઉન્ટ ઈન્ફોર્મેશન ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમારે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે. જે એન્ટર કરીને રિક્વેસ્ટ વેરિફિકેશન કરો. એટલે તમને કેટલાક સવાલો પુછવામાં આવશે.
-તમે યોગ્ય વિગતો ભરીને ટ્વિટરમાં વેરિફિકેશન માટે અપ્લાઈ કરી શકો છો.
- અપ્લાઈ કર્યાના ત્રણ દિવસ બાદ તમને ટ્વિટર તરફથી એક મેઈલ આવશે જેમાં તમને જણાવવામાં આવશે કે તમારું ટ્વિટર અકાઉન્ટ વેરિફાઈ થયું છે કે નહીં.


આટલું જરૂર ધ્યાનમાં રાખો:
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેરિફિકેશન કરાવવાની પ્રક્રિયા તો સરળ છે પરંતુ એ માટે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી પણ જરૂરી છે. 
- તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ એક્ટિવ હોવું જરૂરી છે. આ સાથે જ તમે જે માહિતી સોશિયલ મીડિયા પર શેર કરો છો તે વિશ્વસનીય હોવું જરૂરી છે.
- તમારું પેઈજ કે પ્રોફાઈલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ગાઈડલાઈનને ફૉલો કરતી હોય એ જરૂરી છે.
- તમારા અકાઉન્ટમાં ઈ-મેઈલ આઈડી, મોબાઈલ નંબર જેવી માહિતી સાચી હોવી જોઈએ।
- તમારું સોશિયલ મીડિયા અકાઉન્ટ કોઈ કારણોથી કંપનીના નિયમોના ઉલ્લંઘન બદલ સસ્પેન્ડ કે બંધ થયેલું ન હોવું જોઈએ.
- જો તમે કોઈપણ નિયમોનો ભંગ કરો છો તો, તમારું વેરિફિકેશન પાછું લેવામાં આવી શકે છે.