Solar Ac for home: દેશભરમાં ભીષણ ગરમીના પ્રકોપથી લોકો બેચેન છે. બહાર તો દૂર ઘરની અંદર પણ લોકોને આરામ મળી રહ્યો નથી. જેના ઘરમાં AC છે તે તેને ચાલુ કરીને થોડી રાહત તો મેળવી રહ્યા છે, પરંતુ કલાકો સુધી AC ચાલુ રહેવાથી લાઇટ બિલ પણ અનેક ગણુ વધી જાય છે. એવામાં ગરમી અને વિજળી બંનેમાંથી રાહત જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે પણ તમારા ઘરમાં એક નવું AC લગાવવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને એક એવા AC વિશે જણાવીશું જે તમને જબરજસ્ત કૂલિંગ તો આપશે સાથે જ તમારા બિલને પણ '0' કરી દેશે. જી હાં આ AC ને ચલાવવા માટે તમારે એકપણ રૂપિયો ખર્ચ કરવો પડશે નહી. તો ચાલો જાણીએ આ ખાસ AC માં શું છે અને ક્યાં મળશે. 


New Rules: કામના સમાચાર, આધારથી માંડીને ડ્રાઇવિંગ લાઇસન્સ સુધી આજથી બદલાઇ ગયા નિયમો


આજકાલ માર્કેટમાં સોલાર એસી (Solar AC) ની ડિમાન્ડ વધી રહી છે. લોકો તેને શોધી શોધીને ખરીદી રહ્યા છે. આમ તો માર્કેટમાં સોલાર એસીના ખૂબ ઓછા ઓપ્શન છે પરંતુ અમે તમને કેટલીક એવી કંપનીઓ વિશે જણાવીશું જેના સોલાર એસી (Solar AC) તમને સરળતાથી મળી જશે. 


NEXUS SOLAR: 
ભારતીય માર્કેટમાં નેક્સેસ સોલાર (NexuS Solar) સ્પિલ્ટ અને વિંડો મોડલ બ6નેમાં સોલાર એવી વેચી રહી છે. નેક્સેસ સોલાર (NexuS Solar) ની વેબસાઇટ અનુસાર આ કંપનીના વિંડો એસીની કિંમત 34,500 રૂપિયાથી શરૂ થાય છે. તો બીજી તરરફ સ્પિલ્ટ એસી 35,718 રૂપિયાથી ઉપલબ્ધ છે. તમે આ કંપનીના સોલાર એસી વેબસાઇટ પરથી ખરીદી શકો છો. કંપની એસી હોમ ડિલીવરી પણ કરે છે. 


નેક્સેસ સોલાર (NexuS Solar) એસીના કેટલાક મોડલ્સ લેટેસ્ટ Ai ટેક્નોલોજીથી સજ્જ છે. કંપની દાવો કરે છે કે AC તમારી જરૂરિયાત અનુસાર રૂમના ટેમ્પ્રેચરને આપમેળે સેટ કરી શકે છે. 


La Nina દેશમાં મચાવી શકે છે તબાહી, બે મહિના ધોધમાર વરસશે વાદળ, રાહત સાથે આફત


EXALTA:
સોલાર એસી (Solar AC) બનાવનાર વધુ કંપની Exalta છે. આ કંપની 46,000 રૂપિયાથી લઇને 2,70,000 રૂપિયા સુધીના સોલાર એસી (Solar AC) વેચી રહી છે. કંપનીનો દાવો છે કે તમાર સોલાર એસી (Solar AC) 60 ડિગ્રીમાં પણ કામ કરી શકે છે અને સારી રીત કૂલિંગ આપી શકે છે. 


વેબસાઇટ અનુસાર કંપની 59,000 રૂપિયામાં ડુઅલ મોડ એસી પણ વેચી રહી છે જેમાં હોટ અને કૂલ બંને ઓપ્શન મળે છે. એટલે કે આ AC શિયાળામાં તમારા રૂમને ગરમ રાખવાનું પણ કામ કરશે. તમે કંપનીની વેબસાઇટ પર જઇને AC ની ડિટેલ જોઇ શકો છો. 


EPF New Rules: PFના  ક્લેમ માટે ચેકબુક-પાસબુકની નહીં પડે જરૂર, આવી મોટી ખુશખબર


MOSETA: 
તમને મોસેલા કંપનીના પણ સોલાર એસી (Solar AC) ઓનલાઇન મળી જશે. આ કંપની હોમ ડિલીવરી સાથે ઇંસ્ટોલેશનની ફેસિલિટી પણ આપે છે. મોસેટા ફક્ત 35,650 રૂપિયાની કિંમતમાં સ્પિલ્ટ સોલાર એસી (Solar AC) વેચી રહી છે. તો બીજી તરફ વેબસાઇટ અનુસાર 2,37,000 રૂપિયા સુધીના AC ઉપલબ્ધ છે.