દમદાર સ્પીકર લોન્ચ, પ્રકાશથી થશે ચાર્જ, મ્યૂઝિકની સાથે પંખા અને લાઇટનું પણ કરશે કામ
Solar charging Speakers:ભારતમાં એક એવું સ્પીકર લોન્ચ થયું છે, જેને તડકાથી ચાર્જ કરી શકાશે. આ નાની ડિવાઇસ એક સાથે પાંચ કામ કરશે. સ્પીકરમાં પંખો પણ લાગેલો છે.
નવી દિલ્હીઃ ભારતમાં બ્લૂટૂથ સ્પીકર્સનો ક્રેઝ વધી ગયો છે. ઓછી કિંમતમાં સ્પીકર્સ મળી જાય છે. આજકાલ તો યુનિક ડિવાઇસમાં પણ સ્પીકર્સ આવી રહ્યાં છે. UBON એ 5 કામ કરનાર સ્પીકર્સ લોન્ચ કર્યું છે, જેનું નામ કંપનીએ Hawa Hawai રાખ્યું છે. ડિવાઇસનું નામ SP-135 5 in 1 Hawa Hawai solar wireless speakers છે. તેની કિંમત પણ ઓછી છે, પરંતુ દમદાર સાઉન્ડ અને ઘણા ફીચર્સ સાથે આવે છે. આવો જાણીએ Wireless Speakers ના ફીચર્સ વિશે....
UBON SP-135 5 in 1 Hawa Hawai Solar Wireless Speakers Specs
મોડલના નામથી ખ્યાલ આવે છે કે આ બ્લૂટૂથ સ્પીકર 5 કામ કરે છે. એક નાની ડિવાઇસમાં પાંચ કામ કરી શકાય છે. ડિવાઇસમાં એક ઇન-બિલ્ટ ટોર્ચ, ઉપરની તરફ પંખો, FM Radio, સોલર પાવર્ડ ચાર્જિંગ સામેલ છે. આ સિવાય સ્પીકર્સ પણ છે. ડિઝાઇનની વાત કરીએ તો તેની બોડીના ટોપ પર ફેન, સ્પીકર્સ તરફ ગ્રિલ અને બ્રાન્ડિંગ આપવામાં આવી છે. તેની ડિઝાઇન બાકી સ્પીકર્સ કરતા ખુબ અલગ છે.
આ પણ વાંચોઃ 10 રૂપિયામાં 100 કિ.મી.ની સફર! ગમે તે ને વોટ આપો તકલીફ વિના ચાલશે તમારું સ્કૂટર!
UBON SP-135 5 in 1 Hawa Hawai Solar Wireless Speakers Battery
સ્પીકર પાછળ એક એન્ટીના છે, જે FM ચલાવવામાં મદદ કરે છે. સ્પીકર્સમાં 1200mAh ની બેટરી મળે છે, જે ફુલ ચાર્જમાં 4 કલાક સુધીનું ઓડિયો પ્લેબેક આરપે છે. જો તમે વાયરથી ચાર્જ કરવાનું ભૂલી જાય તો તેને તડકાથી પણ ચાર્જ કરી શકાય છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube