માત્ર 10 રૂપિયામાં 100 કિ.મી.ની સફર! ગમે તે ને વોટ આપો તકલીફ વગર ચાલતુ રહેશે તમારું સ્કૂટર!

Komaki Elecric Scooter: આ સ્કૂટરને બજેટ સેગમેન્ટમાં લાવવામાં આવ્યું છે અને તેની કિંમત 79 હજાર રૂપિયા રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટર માત્ર 10 રૂપિયામાં 100 કિ.મી. ચલાવી શકાય છે તેની બેટરી સરળતાથી બહાર કાઢી શકાય છે.
 

માત્ર 10 રૂપિયામાં 100 કિ.મી.ની સફર! ગમે તે ને વોટ આપો તકલીફ વગર ચાલતુ રહેશે તમારું સ્કૂટર!

Komaki Electric Scooter: હાલ ગુજરાતમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે. ત્યારે દરેક પક્ષો વચનો વાયદાઓ અન ફ્રીની રેવડીની ગેરેંટીઓ આપી રહ્યાં છે. પણ વધતા જતા પેટ્રોલ-ડિઝલના ભાવ કંટ્રોલમાં આવશે તેવું કોઈ નથી કહી રહ્યું. ત્યારે અમે આજ આપને એક એવું સ્કૂટર સજેશ કરી રહ્યાંછીએ જે તમારી સમસ્યાનું સમાધાન કરશે. તમે ભલે કોઈપણ પાર્ટીને વોટ આપો પણ તમારું સ્કૂટર અધવચ્ચે અટકશે નહીં અને માત્ર 10 રૂપિયામાં થઈ જશે તમારું કામ...

 

લોકપ્રિય ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર કંપની Komaki Electricએ ભારતીય બજારમાં તેનું નવું સ્કૂટર Komaki Flora લોન્ચ કર્યું છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટરને બજેટ સેગમેન્ટમાં લાવવામાં આવ્યું છે. કંપનીએ તેની કિંમત 79 હજાર રૂપિયા રાખી છે. તેને ચાર અલગ-અલગ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ સ્કૂટર માત્ર 10 રૂપિયામાં 100 કિ.મી. ચલાવી શકાય છે તેની બેટરી સરળતાથી બહાર કાઢી શકાય છે.

આર્થિક હોવા છતાં, આ સ્કૂટરને ખૂબ જ સ્ટાઇલિશ ડિઝાઇન આપવામાં આવી છે. તેમાં રાઉન્ડ શેપ્ડ હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે, જેની સાથે ક્રોમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં આરામદાયક સીટ અને પાછળના પેસેન્જર માટે વધારાનો બેક આરામ છે. તેમાં ડ્યુઅલ ફૂટરેસ્ટ અને ફ્લેટ ફૂટ બોર્ડ પણ છે.

 

સ્કૂટરમાં મળેલા ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં વાઈબ્રન્ટ ડેશબોર્ડ, રિવર્સ ગિયર, પાર્કિંગ અને ક્રૂઝ કંટ્રોલ સાથે સ્વ-ડાયગ્નોસ્ટિક મીટર જેવી સુવિધાઓ શામેલ છે. તેને કુલ ચાર રંગ વિકલ્પોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે - બ્લેક, રેડ, ગ્રે અને ગ્રીન. તેને આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક મળે છે. કંપનીએ જણાવ્યું કે સ્કૂટરને ફુલ ચાર્જ કરવા પર 80 થી 100 કિ.મી. સુધીની રેન્જ ઓફર કરી શકે છે. કોમાકીએ દાવો કર્યો છે કે બેટરીને સંપૂર્ણ ચાર્જ કરવા માટે 1.8 થી 2 યુનિટનો ખર્ચ થશે. જો આપણે યુનિટ દીઠ રૂ.5 ગણીએ તો પણ તમે રૂ.10 ખર્ચીને 100KMની મુસાફરી કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news