વગર લાઈટે ચાલે છે આ લાઈટ! 279 રૂપિયામાં તો જગમગી ઉઠશે તમારી `હવેલી`
બલ્બને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યા લઈ જઈ શકાય છે. બલ્બ વોટર રેઝિસ્ટન્ટ અને શોકપ્રૂફ હોવાનો કંપની દાવો કરે છે. ડિસ્કાઉન્ટ બાદ આ સોલર બલ્બને 347 રૂપિયામાં ઓનલાઈન રિટેઈલ સાઈટ્સ પરથી ખરીદી શકાય છે.
નવી દિલ્હીઃ આજે અમે આપને એક એવા બલ્બ અંગે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જેના ઉપયોગ માટે વીજળીની જરૂર નથી પડતી. કિંમતમાં પણ આ બલ્બ સસ્તો છે. ગમે ત્યાં તેનો ઉપયોગ કરી શકાય છે. આ બલ્બનું નામ છે Glowish solar rechargeable battery ultra bright portable LED. સોલાર એનર્જી પર ચાલતા આ 3 વૉટનાં બલ્બને તડકામાં 8 કલાક સુધી ચાર્જ કરવાથી બે દિવસ તેનો ઉપયોગ કરી શકાય છે. તેની ડિઝાઈન પણ આકર્ષક છે. આ બલ્બ સૌર ઉર્જાથી ચાલતો હોવાથી તમારે વીજળીનાં વપરાશની ચિંતા કરવાની જરૂર નથી.
બલ્બને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યા લઈ જઈ શકાય છે. બલ્બ વોટર રેઝિસ્ટન્ટ અને શોકપ્રૂફ હોવાનો કંપની દાવો કરે છે. ડિસ્કાઉન્ટ બાદ આ સોલર બલ્બને 347 રૂપિયામાં ઓનલાઈન રિટેઈલ સાઈટ્સ પરથી ખરીદી શકાય છે.
આવો જ એક બીજો બલ્બ છે Star Deep 4.O Lantern Emergency Light Multiple modes With Night Lamp. આ એક સોલાર ઈમરજન્સી લાઈટ છે, જેનો ઉપયોગ વીજળી ન હોય ત્યારે કરી શકાય છે. આ સોલર લાઈટ 20 કલાકનો બેકઅપ આપે છે. 2000mAhની બેટરી સાથે 15 વોટનો આ બલ્બ 3 મહિનાની વોરન્ટી સાથે આવે છે. ડિસ્કાઉન્ટ સાથે તે 404 રૂપિયામાં ખરીદી શકાય છે. Pink Flower Emergency Bulb: આ વોટરપ્રૂફ સોલર લાઈટને 8 કલાક તડકામાં ચાર્જ કરવાથી તેને બે રાતથી વધુ સમય ચાલુ રાખી શકાય છે. ડ્યુઅલ મોડ ચાર્જિંગ સાથેનાં આ બલ્બની કિંમત 279 રૂપિયા છે.