iPhone 14 ને ટક્કર આપવા આવ્યો Sony નો Waterproof Smartphone, નાનકડો પણ પરફોમન્સમાં `બાહુબલી`
Sony Xperia 5 IV માં 1 30W વાયર્ડ અને વાયરલેસ ફાસ્ટ-ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000 એમએચએની બેટરી છે. તેને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોન 8જીબી રેમ અને 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે.
Sony Xperia 5 IV: સોની (Sony) એ એક્સપીરિયા 5 IV (Sony Xperia 5 IV) (Sony Xperia 5 IV) નું લોન્ચિંગ કર્યું છે. જાપાની ઇલેક્ટ્રોનિક્સ દિગ્ગજનું લેટેસ્ટ કોમ્પેક્ટ ફ્લેગશિપ સ્માર્ટફોન અપગ્રેડસ લાવે છે. નવું મોડલ એક મોટી બેટરી, વાયરલેસ ચાર્જિંગસ સપોર્ટ અને એક ટ્રિપલ-કેમેરા સેટઅપ સાથે આવે છે. યૂરોપમાં તેની કિંમત 1049 યૂરો (લગભગ 83,450) અને યૂએસમાં 999 ડોલર (લગભગ 79,450 હજાર રૂપિયા) છે.
Sony Xperia 5 IV માં 1 30W વાયર્ડ અને વાયરલેસ ફાસ્ટ-ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000 એમએચએની બેટરી છે. તેને ત્રણ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોન 8જીબી રેમ અને 128જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. જેને માઇક્રોએસડી કાર્ડ દ્રારા વધારી શકાય છે. કંપની ભારતમાં આ ફોનને ક્યારે લોન્ચ કરશે તેના વિશે હાલ કોઇ જાણકારી ઉપલબ્ધ નથી.
iPhone 14 ને લઇને થયો મોટો ખુલાસો, ઓછી કિંમતમાં નવા મોડલમાં મળશે ધાંસૂ ફીચર્સ
Sony Xperia 5 IV ના સ્પેસિફિકેશન્સ
Sony Xperia 5 IV સ્નૈપડ્રેગન 8 Gen 1 ચિપસેટ આપવામાં આવ્યું છે. તેમાં 8GB રેમ સાથે છે. ફોન 8GB રેમ અને 128GB જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે. Sony Xperia 5 IV માં ડોલ્બી એટમોસ, હાઇ-રેસ ઓડિયો, ડીએસઇઇ અલ્ટીમેટ અને 360 રિયલિટી ઓડિયો સાથે હેડફોન જેક અને પ્રીમિયમ સ્ટિરિયો સ્પીકર છે.
5,000 એમએએચની બેટરી
Sony Xperia 5 IV માં 120Hz રિફ્રેશ રેટ સાથે 6.1 ઇંચ FHD+ OLED ડિસ્પલે છે. ફોનમાં 30W વાયર્ડ અને વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000 એમએએચની બેટરી છે. ડિવાઇસ Android 12 પર કામ કરે છે. Sony Xperia 5 IV ને વોટર રેસિસ્ટેંટ માટે IPX5 અને IPX8 રેટિંગ અને ડસ્ટ રેસિસ્ટેંટ માટે IP6X રેટિંગ મળે છે.
Robotic Engineering માં કેવી રીતે બનાવશો કારકિર્દી, મળશે ઉંચા પગાર નોકરી
ટ્રિપલ કેમેરા સેટઅપ
ફોટોગ્રાફી માટે Xperia 5 IV માં ટ્રિપલ કેમેરા સેટઅપ છે. ફોનમાં 12 MP પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. Xperia 5 IV કેમેરામાં 4K HDR 120 fps વીડિયો રેકોર્ડિંગ, ઇંટેલિજેન્ટ એક્ટિવ મોડ (5-axis stabilization), ZEISS T કોટિંગ, રિયલ ટાઇમ આઇ AF, રિટલ ટાઇમ ટ્રેકિંગ અને 4K HDR વીડિયો રેકોર્ડિંગની સુવિધા છે. તેમાં 12 એમપી આરએસ સેલ્ફી કેમેરા પણ આપવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube