iPhone 14 ને લઇને થયો મોટો ખુલાસો, ઓછી કિંમતમાં નવા મોડલમાં મળશે ધાંસૂ ફીચર્સ

iPhone 14 Plus સીરીઝના 7 સપ્ટેમ્બરને Apple દ્રારા નિર્ધારિત એક વિશેષ લોન્ચ કાર્યક્રમમાં લોન્ચ કરવાની આશા છે. આ ડિવાઇસ વિભિન્ન અફવાઓનો વિષય રહ્યો છે. 

iPhone 14 ને લઇને થયો મોટો ખુલાસો, ઓછી કિંમતમાં નવા મોડલમાં મળશે ધાંસૂ ફીચર્સ

Apple iPhone 14: 7 સપ્ટેમ્બરના રોજ પોતાની આગામી વિશેષ લોન્ચ ઇવેન્ટમાં Apple iPhone 14 સીરીઝને લોન્ચ કરવા માટે તૈયાર છે. કૂપર્ટિનો કોર્પોરેશન iPhone મિનીને એક નવો iPhone 14 મોડલ સાથે બદલવાનો નિર્ણય લઇ શકે છે જેમાં તેના 6.7 ઇંચની ડિસ્પ્લે છે. આ ડિવાઇસને પહેલાંના સ્ત્રોતોમાં iPhone 14 Max ના નામથી જાણીતો છે. જોકે Apple ના Clear Case with MagSafe ની કથિત તસવીરો ટ્વિટર પર જાહેર કરવામાં આવી છે. આ મામલે પેકેજિંગથી ખબર પડે છે કે iPhone 14 Max ના બદલે તેનું નામ iPhone 14 Plus થઇ શકે છે. 

Apple iPhone 14 Series માં સામેલ થશે નવું મોડલ
લીક થઇ તસવીરોથી ખબર પડે છે કે કથિત રીતે  iPhone 14 Max નામના બદલે iPhone 14 Plus બ્રાંડિગ સાથે લિસ્ટેડ અને પેક કરવામાં આવ્યા છે. સૂત્ર આ ભવિષ્યવાણી કરે છે કે Apple ના આગામી 6.7 ઇંચ iPhone મોડલને iPhone 14 Plus ના નામથી ઓળખવામાં આવશે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે વ્યવસાયે જુલાઇમાં iPhone કેસ નિર્માતાઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તે પોતાના ઉત્પાદકોને iPhone 14 Max લોગો સાથે બ્રાંડ ન કરે.   

તેનાથી વધુ આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે સામાન્ય iPhone 14 સ્માર્ટફોન સંભવત:  iPhone 13 કવરમાં ફિટ થશે. આ ઉપરાંત એ પણ જણાવવામાં આવ્યું છે કે Apple પોતાની બ્રાંડ નવા 35W એડોપ્ટરને iPhone 14 માટે ડિફોલ્ટ ચાર્જરના રૂપમાં પ્રોત્સાહન આપવા માંગે છે.   

iPhone 14 Plus Price In India
iPhone 14 Plus સીરીઝના 7 સપ્ટેમ્બરને Apple દ્રારા નિર્ધારિત એક વિશેષ લોન્ચ કાર્યક્રમમાં લોન્ચ કરવાની આશા છે. આ ડિવાઇસ વિભિન્ન અફવાઓનો વિષય રહ્યો છે, જેમાંથી એકનું કહેવું છે કે iPhone 14 ની શરૂઆતી કિંમત $749 (લગભગ 60,000 રૂપિયા) હોઇ શકે છે. આ દરમિયાન આઇફોન 14 મેક્સ અને આઇફોન 14 પ્લસની કિંમત 849 ડોલર (લગભગ 68,000 રૂપિયા) થી શરૂ થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news