આ છે 100 કલાક બેટરી બેકઅપવાળા ઇયરબડ, ફક્ત 10 મિનિટ ચાર્જ કરો અને 90 મિનિટ વાપરો
આ વાયરલેસ ઇયરબડમાં પુશ એન્ડ ગો (Push and Go) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે જેવા જ તમે તેને ચાર્જિંગ બોક્સમાંથી નિકાળશો, આ તમારા બ્લૂટૂશ સાથે પેયર્ડ ડિવાસ સાથે આપમેળે કનેક્ટ થઇ જશે.
નવી દિલ્હી: અમેરિકી કંપની અંકર (Anker)એ ભારતમાં પોતાના 'લાઇફ ડોટ 2 ટ્રૂ (Soundcore Life Dot 2 true) વાયરલેસ ઇયરબડ્સનું સસ્તું વર્જન લોન્ચ કર્યું છે. આ વાયરલેસ ઇયરબડમાં પુશ એન્ડ ગો (Push and Go) ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે જેવા જ તમે તેને ચાર્જિંગ બોક્સમાંથી નિકાળશો, આ તમારા બ્લૂટૂશ સાથે પેયર્ડ ડિવાસ સાથે આપમેળે કનેક્ટ થઇ જશે.
આ સાથે જ તેમાં મોનો ઓડિયો અને સ્ટીરિયો ઓડિયોનું ફીચર છે. એટલે કે એક ઇયરબડ્સ ચાર્જિંગ કેસમાંથી બહાર નિકાળતો મોનો પર સ્વિચ થઇ જશે અને બીજું નિકાળશો તો સ્ટીરિયો પર આપમેળે સ્વિચ થઇ જશે. તેના પર તમને 18 મહિનાની વોરન્ટી મળી રહી છે. આ ઇયરબડ્સ બ્લેક ફિનિશિંગ સાથે આવે છે. તેની કિંમત 3,499 રૂપિયા છે.
બ્યૂટૂથમાં શું છે ખાસ
તેની બેટરીને લઇને ક6પની 100 કલાક સુધી બેકઅપનો દાવો કર્યો છે. તેમાં ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે ફક્ત 10 મિનિટના ચાર્જિંગ બાદ આ ઇયરબડ્સને 90 મિનિટ સુધી ઉપયોગ કરી શકો છો. ઇયરબડ્સમાં શાનદાર ફિટિંગ માટે સિલિકોન કોટિંગ આપવામાં આવ્યું છે.
તેમાંં 8 એમએમની ટ્રિપલ લેયર ડ્રાઇવર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી મ્યૂઝિક દરમિયાન 40 ટકાની લો ફ્રીકવેંસી અને 100 ટકા વધુ ફ્રીક્વેંસી મળે છે. સારી કનેક્ટિવિટી માટે તેમાં બ્લ્યૂટૂથ 5.0 આપવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube