સની શરદ, રાંચી : હાલમાં ઓનલાઇન શોપિંગનું ચલણ ભારે વધી ગયું છે. હવે માત્ર શહેરમાં જ નહીં પણ નાના ગામોમાં પણ ઓનલાઇન શોપિંગ થાય છે. ઓનલાઇન શોપિંગના વધતા ચલણના પગલે એની સાથે જોડાયેલા છેતરપિંડીના અનેક કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા છે. અનેક કિસ્સાઓમાં ગ્રાહક ખરીદે છે કંઈક અને કંપની મોકલે છે કંઇક. જોકે ઓનલાઇન શોપિંગ કરનારા લોકોએ છેતરપિંડીથી બચવા માટે કેટલીક સતર્કતા રાખવી જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'સંજૂ'ના 7 દમદાર ડાયલોગ્સ જે તમને ખેંચીને લઈ જશે થિયેટર સુધી


ઓનલાઇન ખરીદી જેટલી સહેલી છે એટલી જ છેતરપિંડીની સંભાવના વધારે છે. આવો જ એક મામલો ઝારખંડના શહેર રાંચીમાં સામે આવ્યો છે. અહીં એક યુવક સુધીર કુમાર શર્માએ ફ્લિપકાર્ટથી MI કંપનીનો મોબાઇલ ઓર્ડર કર્યો હતો. કંપનીએ જ્યારે પ્રોડક્ટ મોકલી ત્યારે ડબ્બો તો MI ફોનનો હતો પણ અંદરથી મોબાઈલ ફોનની જગ્યાએ ત્રણ લાઇફબોય સાબુ નીકળ્યા હતા. 


સુધીર નિયમિત રીતે ઓનલાઇન શોપિંગ કરતો હતો એટલે તે સતર્ક હતો. તેણે સતર્કતા દાખવીને કંપનીનું સીલબંધ પેકેટ ખોલતા પહેલાં પેકેટ ખોલવાનો વીડિયો બનાવ્યો હતો. તેણે આ ઘટનાની ફ્લિપકાર્ટને ફરિયાદ કરી હતી. ફરિયાદ અને વીડિયો જોઈને કંપનીએ 24 કલાકમાં યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. આમ, વીડિયોને કારણે કંપનીને તરત પગલું લેવાની ફરજ પડી હતી. 


ટેકવર્લ્ડના ખાસ સમાચાર એક ક્લિક પર