ફેસબુક સ્કેમ એલર્ટ! જો ભૂલથી પણ આ લિંક પર ક્લિક કરી તો આંખના પલકારામાં ખાતું થઈ જશે ખાલી
Facebook Scam: ફેસબુકનું આ કૌભાંડ ખૂબ જ ખતરનાક છે અને જો તમને તેના વિશે ખબર નથી, તો તમે તેની જાળમાં ફસાઈને બધું બગાડી શકો છો.
Look Who Just Died Scam: ફેસબુક લગભગ દરેક સ્માર્ટફોન યુઝર ચલાવે છે, તે એક દમદાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જે તમને ફોટા, વિડિયો, ટેક્સ્ટ અને અન્ય પોસ્ટ શેર કરવાની ફ્રીડમ આપે છે. આજકાલ લોકો શોર્ટ્સ બનાવવા અને તેમાંથી કમાણી કરવા માટે પણ ફેસબુકનો ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છો કે ફેસબુક પર હલચલ મચી ગઈ છે અને તેનું કારણ છે 'લુક હુ જસ્ટ ડાઈડ', હવે તમે વિચારતા જ હશો કે આખરે આ શું છે? તમને જણાવી દઈએ કે આ એક સ્કેમ છે જે ફેસબુક પર ફેલાઈ રહ્યું છે. અત્યારે તો આ કૌભાંડ માત્ર ઓસ્ટ્રેલિયા પૂરતું જ સીમિત છે, પરંતુ ભારતમાં પણ તેની શરૂઆત થઈ શકે છે.. કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે કૌભાંડની જાળમાં ફસાઈ શકે છે, તેથી તમારે આ વીશે અગાઉથી જાણવું જોઈએ, નહીં તો આંખના પલકારામાં તમારી જમા રકમ તમારા ખાતામાંથી ગાયબ થઈ જશે.
લુક હુ જસ્ટ ડાઈડ
આ સ્કેમ ફેસબુક પર લુક હુ જસ્ટ ડાઈડ નામથી ચાલી રહ્યું છે, તેનો અર્થ એ છે કે, કોણ મૃત્યુ પામ્યું છે તે જુઓ. આ કૌભાંડમાં એક લિંક શામેલ છે. તમને આ લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. આ લિંક પર ક્લિક કરતાની સાથે જ તમને ફેસબુક લોગિન ડીટેલ્સ વિશે પૂછવામાં આવે છે અને તમે આ વિગતો દાખલ કરો છો કે તરત જ તમારું એકાઉન્ટ આંખના પલકારામાં હેક થઈ જાય છે.
તમે તમારી Facebook લોગિન વિગતો દાખલ કરો કે તરત જ સ્કેમર્સ એક્ટીવ થઈ જાય છે. સ્કેમર્સ પ્રથમ તમારા Facebook એકાઉન્ટ પર કબજો કરે છે આ પછી, છેતરપિંડી કરનારાઓનું આગળનું લક્ષ્ય તમારું બેંક એકાઉન્ટ હોય છે જેના માટે તેઓ તમારી વ્યક્તિગત વિગતો કાઢે છે.. જો તમે આ સ્કેમથી બચવા માંગતા હો, તો આવી કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં.
આ પણ વાંચો:
Video: મુંબઈનું રેલવે સ્ટેશન વરસાદના કારણે બન્યું સ્વિમિંગ પૂલ, લોકોએ માર્યા ધુબાકા
રાશિફળ 09 જુલાઈ: આજે કન્યા રાશિને ગ્રહોની શુભ સ્થિતિને કારણે મોટી રકમ મળશે
ભવિષ્યમાં લાખોનું પેકેજ જોઈતુ હોય તો આ કોર્સ કરો, 5 વર્ષમાં આની જ ડિમાન્ડ હશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube