Google માંથી તમારા ડિલીટ થયેલાં Photos કઈ રીતે મેળવશો પાછા? અપનાવો આ સરળ Tips
શું બધા જ ફોટોઝ આપણે રિકવર કરી શકીશું કે નહીં. આજે અમે તમને કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ બતાવીશું જેથી તમે ફોટોઝને રિકવર કરી શક્શો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલના સમયમાં મોબાઈલમાં ફોટો બેકઅપ માટે ગૂગલ ફોટોઝ સૌથી બેસ્ટ અને લોકપ્રીય વિકલ્પ બનતુ જઈ રહ્યું છે. પરંતુ ક્યારે ક્યારેક ગૂગલ ફોટોઝમાંથી પણ ફોટોઝ ડિલીટ થઈ જાય છે. ગૂગલ ફોટોઝને રિકવર કરવા માટે આપણે અનેક વિકલ્પ શોધતા રહેતા હોઈએ છે. પરતુ ડર એક વાતનો રહે છે કે શું બધા જ ફોટોઝ આપણે રિકવર કરી શકીશું કે નહીં. આજે અમે તમને કેટલીક ટિપ્સ અને ટ્રિક્સ બતાવીશું જેથી તમે ફોટોઝને રિકવર કરી શક્શો. આપને ખબર હશે ગૂગલ આપને ફ્રી મીડિયા બેકઅપ માટે ગૂગલ ફ્રી સર્વિસ આપે છે. અહીં તમે વેબ સ્ટોરથી ફોટોઝ અને વીડિયો એક્સેસ કરી શકો છો.
આ રીત અપનાવોઃ
1) તમારી ડિલીટ થયેલી તસવીરોને ફરી પ્રાપ્ત કરવા માટે આપને ગૂગલ ફોટોઝમાં જવુ પડશે.
2) અહીં તમને જમણી બાજુ ત્રણ લાઈન જોવા મળશે, તેની પર ક્લિક કરો
3) હવે ટ્રેશ કે પછી બિન વિકલ્પમાં જાઓ અને જે ફોટોઝને સિલેક્ટ કરો.
4) ફોટોઝ સિલેક્ટ કર્યા પછી રિસ્ટોર બટન પર ક્લિક કરો
5) આટલુ કર્યા પછી આપની ડિલીટ થયેલી ફોટોઝ ફરી મળી જશે.
Vaccine નો પહેલો ડોઝ લગાવ્યા પછી પણ થઈ જાય કોરોના, તો આ વાતનું ખાસ ધ્યાન રાખો
ટ્રેશ સેક્શનમાં રહે છે ગૂગલ ફોટોઃ
ડિલીટ થયેલા ફોટોઝ ગૂગલ ફોટોઝના ટ્રેશ સેક્શનમાં જાય છે. ટ્રેશમાં આ ફોટોઝ 60 દિવસ સુધી ઉપલ્બધ રહે છે. માત્ર 60 દિવસની અંદર આપ ફોટોઝને રિકવર કરી શક્શો.
આઈફોનથી આવી રીતે ફોટોઝને રિસ્ટોર કરી શકાશે:
જો તમે આઈફોન યુઝર છો તો આપ ગૂગલ ફોટોઝથી ડિલીટ કરેલા ફોટો કઈક આવી રીતે રિસ્ટોર કરી શક્શો. ગૂગલ ફોટોને ઓપન કર્યા પછી ઉપરની સાઈડ પર હૈમબર્ગર આઈકોન પર ક્લિક કરો અને બોક્સને ચેક કરો. તે પછી ડાબી બાજુ ઉપરની સાઈડ હોરિઝોન્ટલ ત્રણ ડોટ્સ વાળા આઈકોન પર ક્લિક કરી શકો છો અને પછી સિલેક્ટ ઓપ્શન પર ક્લિક કરી શકો છો.
Corona બાદ સાજા થયેલાં લોકોને થઈ રહી છે આ ગંભીર બીમારી, હંમેશા માટે જઈ શકે છે આંખોની રોશની
વેબ પર આવી રીતે કરો રિકવર:
1) સૌથી પહેલા કોમ્પ્યુટરના બ્રાઉઝરમાં જઈને https://photos.google.com/ પર જાઓ. ત્યાં એન્ટર કરીને photos.google.com એન્ટર કરીને ગૂગલ ફોટોઝ ખોલો
2) હવે આગળ વધવા માટે ગૂગલ આઈડી સાથે સાઈન ઈન કરો
3) હોમપેજ પર હૈમબર્ગર આઈકોન ક્લિક કરો અને ટ્રેશ સિલેક્ટ કરો
4) હવે જે ફોટોઝને રિસ્ટોર કરવાછે તે ફોટોઝને સિલેક્ટ કરો. ફોટોઝ સિલેક્ટ કર્યા પછી સૌથી ઉપર જમણી બાજુ રિસ્ટોર બટન ક્લિક કરો. આ બટન 'Empty Trash' પાસે મળશે.
5) આ બધુ જ કર્યા પછી તમારા ફોટોઝ તમને લાઈબ્રેરીમાં જોવા મળશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube