નવી દિલ્હી: સતત વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવ બાદ લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વલણ કરી રહ્યા છે. જો તમે પણ કોઇ ઇલેક્ટ્રિક કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. અમે તમને એક સારી ઇલેક્ટ્રિક કાર વિશે ગણાવાઅમાં આવી રહ્યું છે. આ કાર ખૂબ સસ્તી છે. આવો તેના વિશે જાણીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કારનો દાવો
મુંબઇની એક સ્ટાર્ટઅપ કંપની Strom Motors એ એવી ઇલેક્ટ્રિક કાર બનાવી છે, જેને કંપની દુનિયાની સૌથી ઇલેક્ટ્રિક કાર ગણાવી રહી છે. આ કારનું બુકિંગ પણ શરૂ થઇ ગયું છે. સૌથી ખાસ વાત એ છે કે આ કારમાં બસ ત્રણ પૈડા છે. આ દુનિયાની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. 

મોંઘવારીનો માર: ચા 5100 તો શેમ્પૂની બોટલ 14000 રૂપિયા, 3300 માં વેચાઇ રહ્યા છે કેળા


Strom Motors એ આ જોરદાર લુકવાળી ઇલેક્ટ્રોક કારને લોન્ચ કરી છે, અને તેને Strom R3 નામ આપ્યું છે. તમને જણાવી દઇએ કે કંપનીએ ભારતમાં બુકિંગ પણ શરૂ કરી દીધું છે. Strom R3 નું પ્રી-બુકિંગ મુંબઇ અને દિલ્હી-એનસીઆરમાં તમે ફક્ત 10,000 રૂપિયા આપીને બુક કરાવી શકો છો. આ કાર સસ્તી અને વ્યાજબી કારમાં ઘણી ખૂબીઓ છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક કાર આગામી વર્ષે 2022 સુધી ડિલીવર થઇ જશે. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube