નવી દિલ્હીઃ એક સરકારી સ્ટડી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યૂરોપીય સંઘનો એક નવો કાયદો હોવાછતા સોશિયલ મીડિયા વેબસાઇટ ફેસબુક અને સર્ચ એન્જિન ગૂગલ હેરફેર અને ચાલાકી દેખાડતા પોતાના યૂઝર્સ પાસેથી તેની ખાનગી સૂચનાઓ આપવા પર ભાર આપી રહી છે. નાર્વેજિયન કંઝ્યુમર કાઉન્સિગે એક અભ્યાસમાં તે તારણ કાઢ્યું છે. તે અનુસાર આ કંપનીઓ ઉપયોગકર્તાઓને સીમિત ડિફોલ્ટ વિકલ્પ જ ઉપલબ્ધ કરાવે છે. જ્યારે યૂરોપીય સંઘે નવા ડેટા સંરક્ષણ નિયમોમાં ડેટા ગોપનીયતા વિશે ઉપભોક્તાને વધુ નિયંત્રણ અને વિકલ્પ આપવાની જોગવાઇ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂઝર્સ માટે શું વિપલ્પ
કાઉન્સિલનું કહેવું છે કે, આ અમેરિકી કંપનીઓની ગોપનીયતા સંબંધિ સંશોધિત નીતિ સામાન્ય ડેટા સંરક્ષણ નિયમન (જીડીપીઆર)ને પણ પ્રતિકૂળ છે. જીડીપીઆરમાં પણ તે સ્પષ્ટ કરવાનું કહેવામાં આવ્યું છે કે ખાનગી સૂચના શેર કરતા સમયે ગ્રાહકોને નવો વિકલ્પ આપવામાં આવ્યો છે. 


યૂઝર્સનું સન્માન નહીં
કાઉન્સિલના નિયામક (ડિજિટલ સેવા) ફિન મિરસ્ટેડે કહ્યું કે, આ કંપનીઓ આપણને પોતાની જ ખાનગી જાણકારી શેર કરવા માટે એક તરફથી ચાલાકી દેખાડતા લલચાવે છે. તેમણે કહ્યું કે, કંપનીઓનો વ્યવહાર દર્શાવે છે કે તેનામાં વપરાશકારો માટે સન્માન ઓછું છે.