તાતાનો મોટો નિર્ણય, બહુ ગાજેલી કારનું ઉત્પાદન કરશે બંધ
છેલ્લા કેટલાક વર્ષોમાં ઓટો માર્કેટમાં મોટો બદલાવ જોવા મળ્યો છે
નવી દિલ્હી : છેલ્લા કેટલાક વર્ષોમાં ઓટો માર્કેટમાં ભારે બદલાવ જોવા મળ્યો છે. હવે નાની કારના વેચાણમાં ઘટાડો થયો છે. લોકોનું ફોકસ હવે કોમ્પેક્ટ સેગમેન્ટ અને યુટિલિટી વ્હિકલ તરફ છે અને આ કારણે જ આવી કારની ડિમાન્ડ વધારે છે. આ કારણે જ તાતાએ છેલ્લા ત્રણ મહિનામાં તેની ત્રીજી કારનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. વેચાણ ઓછું થવાના કારણે તાતાએ ઇન્ડિકા અને ઇન્ડિગોનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરી હતી અને હવે કંપનીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ નેનો પર શટર પાડી દેવાનો નિર્ણય કર્યો છે.
જમ્મુ-કાશ્મીરમાં વોટ્સએપ કોલિંગ પર લાગી શકે છે પ્રતિબંધ કારણ કે...
ઇન્ડિકા અને ઇન્ડિગો પછી હવે નેનો પણ બંધ થવાની છે જેની પાછળનું મુળ કારણ તો ઓછું વેચાણ જ છે. કંપની હાલમાં નેનો બનાવી તો રહી છે પણ એનું વેચાણ બહુ જ ઓછું છે. 2018માં આ કારના માત્ર 1851 યુનિટ વેચાય છે. 1998માં લોન્ચ થયેલી ઇન્ડિકાના આ વર્ષે 2,583 યુનિટ્સ તેમજ 2002માં લોન્ચ કરાયેલી ઇન્ડિગોના 1,756 યુનિટ્સ વેચાયા હતા જેના પછી એને બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આ્વ્યો હતો.
તાતા ગ્રૂપના ચેરમેન રતન તાતાએ 2009માં પોતાના ડ્રીમ પ્રોજેક્ટ નેનોને લોન્ચ કર્યો હતો પણ છેલ્લા કેટલાક સમયથી માર્કેટમાં એની સ્થિતિ બહુ ખરાબ છે. કંપનીએ 2015માં એના GenX વર્ઝનને લોન્ચ કર્યું હતું જેમાં ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશનની સુવિધા છે. જોકે એના કારણે કારના વેચાણમાં કોઈ ખાસ ફરક નથી પડ્યો. કંપનીના ગુજરાતના સાણંદ ખાતેના પ્લાન્ટમાં હાલમાં ટિયાઓ જેવા નવા મોડલ તૈયાર કરવામાં આવી રહ્યા છે. હાલમાં ટિયાગોની માર્કેટમાં સારી ડિમાન્ડ છે.
તાતા હાલમાં ઇલેકટ્રિક કાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને નેનોને બંધ કરવા પાછળ આ કારણ પણ જવાબદાર હોઈ શકે છે. જાણકારો પાસેથી મળતી માહિતી પ્રમાણે નેનોનું ઇલેકટ્રિક વર્ઝ પણ આવી શકે છે. કંપનીનો પ્લાન 2021 સુધી ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં સંપૂર્ણપણે ઉતરી જેવાનો છે. કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર 2020 સુધી માર્કેટમાં આવે એવી આશા છે.