₹1.2 લાખ સુધી સસ્તી થઈ Tata Motors ની પોપ્યુલર EVs; જાણી લો Tiago, Nexon ની નવી કિંમત
Tata Motors EV Price Cut: કંપનીનું કહેવું છે કે ભારતીય ગ્રાહકો સુધી EVs નો વધુથી વધુ ફાયદો પહોંચાંડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેટરીની કિંમતમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને આપવામાં આવ્યો છે.
Tata Motors EV Price Cut: ટાટા મોટર્સની ઈલેક્ટ્રિક કારો સસ્તી થઈ છે. ટાટા મોટર્સની સબ્સિડિયરી ટાટા પેસેન્જર ઈલેક્ટ્રિક મોબિલિટી (TPEM)એ Nexon EV અને Tiago EV ની કિંમતોમાં 1.2 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. કંપનીનું કહેવું છે કે ભારતીય ગ્રાહકો સુધી EVs ની વધુથી વધુ પહોંચ બનાવવાના ઈરાદાથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. બેટરીની કિંમતોમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકોને આપવામાં આવ્યો છે.
Nexon EV, Tiago EV ની નવી કિંમત
કંપની તરફથી જારી નિવેદન પ્રમાણે ઈલેક્ટ્રિક કારોની કિંમતોમાં ઘટાડા બાદ Nexon EV ની કિંમત હવે 14.49 લાખથી શરૂ થશે. જ્યારે લોન્ગ રેન્જ Nexon EV (465km)ની નવી શરૂઆતી કિંમત 16.99 લાખ રૂપિયા છે. આ સિવાય Tiago EV ની નવી કિંમત હવે 7.99 લાખ રૂપિયાથી શરૂ થશે. ટાટા મોટર્સ પ્રમાણે નેક્સોન ઈવીની કિંમતોમાં 1.2 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે ટિયાગો ઈવીના ભાવમાં 70,000 સુધીનો ઘટાડો થયો છે. ત્યારબાદ હવે ટિયાગો ઈવીના બેસ મોડલની કિંમત 7.99 લાખ રૂપિયા છે. પરંતુ કંપનીએ તાજેતરમાં લોન્ચ થયેલી Punch EV ની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી.
આ પણ વાંચોઃ એક વર્ષ સુધી રિચાર્જની ચિંતા નહીં, અનલિમિટેડ કોલિંગ, 730GB ડેટા અને Amazon Prime
ગ્રાહકોને થશે ફાયદો
TPEM ના ચીફ કોમર્શિયલ ઓફિસર વિવેક શ્રીવાસ્તવનું કહેવું છે કે ઈલેક્ટ્રિક વ્હીકલ્સના કુલ ખર્ચમાં બેટરીની કિંમત વધુ હોય છે. તાજેતરમાં બેટરી સેલની કિંમતોમાં ઘટાડો થયો છે અને આગળ પણ તેમાં ઘટાડાની આશા છે. તેને જોતા કંપનીએ તેનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે.
નોંધનીય છે કે પેસેન્જર વ્હીકલ ઈન્ડસ્ટ્રીઝ ગ્રોથના મુકાબલે EV નો ગ્રોથ શાનદાર છે. વર્ષ 2023માં ઈવી સેગમેન્ટનો ગ્રોથ 90 ટકાથી વધુ રહ્યો, જ્યારે પીવી ઈન્ડસ્ટ્રીમાં ગ્રોથ 8 ટકા રહ્યો હતો. 2024માં આ મોમેન્ટમ યથાવત રહી શકે છે. જાન્યુઆરી 2024માં ઈવી સેલ્સમાં 100 ટકા (YoY) ગ્રોથ જોવા મળ્યો છે. TPEM ઈવી સેગમેન્ટમાં માર્કેટ લીડર છે અને 70 ટકાથી વધુ માર્કેટ શેર છે.