કંપની માટે નોટ છાપવાનું મશીન બની આ કાર, 1 વર્ષમાં 50% વધ્યું વેચાણ
Affordable Car: હાલમાં માર્કેટમાં બજેટ સેગમેંટની સૌથી બેસ્ટ એસયૂવી બનવા માટે કેટલીક ગાડીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ દોડમાં મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિંદ્રા રેનો, નિસાન જેવી દિગ્ગજ કંપનીઓની કાર એકબીજા સાથે મુકાબલામાં ઉતરી છે.
Top Selling Car: દેશમાં ગત કેટલાક વર્ષોથી કારનું સારું વેચાણ કરી રહી છે. હેચબેક, કોમ્પેક્ટ એસયૂવી અને એમપીવી સહિત તમામ પ્રકારની કારનું વેચાણ વધી રહ્યું છે. જોકે હાલમાં માર્કેટમાં બજેટ સેગમેંટની સૌથી બેસ્ટ એસયૂવી બનવા માટે કેટલીક ગાડીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ દોડમાં મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિંદ્રા રેનો, નિસાન જેવી દિગ્ગજ કંપનીઓની કાર એકબીજા સાથે મુકાબલામાં ઉતરી છે. પરંતુ આ વચ્ચે ટાટા મોટર્સની એક સસ્તી એસયૂવી સૌથી આગળ નિકળતી જોવા મળે છે.
મારૂતિએ ઘટાડી દીધી આ સસ્તી કારની કિંમત, 35 કિમીની આપે છે માઇલેજ, જાણી લો નવી કિંમત
શુભ શરૂઆત... અનંત અને રાધિકાના લગ્ન પહેલાં અંબાણી પરિવારે જામનગરમાં બનાવ્યા 14 મંદિર
જાન્યુઆરી 2024 માં મારૂતિ બલેનો 19,630 યૂનિટ્સ સાથે સૌથી વધુ વેચાનારી કાર રહી. તેનું વેચાણ જાન્યુઆરી 2023 ના મુકાબલે 20% વધુ રહ્યું. તો બીજી તરફ ટાટાની પંચ (Tata Punch) એસયૂવી મારૂતિ અને હ્યુન્ડાઇની તમામ ગાડીઓને પાછળ છોડતાં બીજી સૌથી કાર વેચાતી કાર બની ગઇ. ટાટાની આ મિની એસયૂવી જાન્યુઆરીમાં 17,978 યૂનિટ્સ વેચાઇ ગયા છે. તો બીજી તરફ ગત મહિને આ એસયૂવી 12,006 યૂનિટ્સ વેચાયા હતા. પંચ એસયૂવીના વેચાણમાં 50% નો વધારો નોધાયો છે.
Doom Calculator: હવે જાણી શકશો મોતની તારીખ! 6 મિલિયન લોકો પર થયું ટેસ્ટિંગ
Beyt Dwarka: દરિયાની વચ્ચોવચ વસેલો બેટ દ્વારકા આઇલેંડ, જાણો અહીંના બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ્સ
તાજેતરમાં જ કંપનીએ તેને સીએનજી (Punch CNG)વેરિએન્ટમાં સનરૂફ સાથે લોન્ચ કરી છે. સીએનજીના કારણે હવે તે ચલાવવામાં ખૂબ વ્યાજબી થઇ ગઇ છે. ટાટાની આ 5 સીટર એસયૂવી 5-સ્ટાર ગ્લોબલ એનસીએપી સેફ્ટી રેટિંગ સાથે આવે છે.
કંન્ફ્યૂઝ છો??? સ્વાસ્થ્ય માટે કાળી દ્વાક્ષ સારી કે લીલી? જાણો બંને દ્રાક્ષના ફાયદા
પંચની કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 9.52 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) સુધી જાય છે. તેની બૂટ સ્પેસ 366 લિટર છે. પંચે બજારમાં દબદબો બનાવી ચૂકી છે અને તે મારુતિની બ્રેઝા, બલેનો અને ડિઝાયર જેવી સૌથી વધુ વેચાતી કાર સાથે સતત સ્પર્ધા કરી રહી છે. કદમાં કોમ્પેક્ટ હોવા છતાં, પંચમાં 5 લોકો બેસી શકે તેટલી જગ્યા છે. આ કારમાં 366 લીટરની બૂટ સ્પેસ છે.
ટાટા પંચ પોતાની સારી રાઇડ ક્વોલિટી માટે પણ જાણિતી છે. ઓટોમોબાઇલના જાણકારોના અનુસાર આ કાર પોતાની કિંમતની દ્રષ્ટિએ પોતાના સેગમેંટમાં સૌથી સારી હાઇ સ્પીડ અને હાઇવે સ્ટેબિલિટી પ્રદાન કરે છે. ઉબડ-ખાબડ રસ્તાઓમાં કારના સસ્પેંશનનું પરર્ફોમન્સ ખૂબ આરામદાયક છે, જ્યારે વધુ સ્પીડમાં તેમાં સારી સ્ટેબિલિટી મળે છે.
તમારા બાળકને ચોકલેટ બદલે આપો આ વસ્તુ, સ્વાસ્થ્યનો છે ખજાનો, ફાયદા જાણશો તો ચોંકી જશો
તમારું બાળક વધુ ચોકલેટ ખાય છે તો થઇ જાવ સાવધાન, નહીંતર ગંભીર બિમારીનો બનશે શિકાર
કંપની ટાટા પંચમાં 1.2 લિટર 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરી રહી છે. આ એન્જિન 88 bhpનો મહત્તમ પાવર અને 115 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ તેમજ 5-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ છે. ટાટા પંચ પેટ્રોલમાં 20.09kmpl અને CNGમાં 26.99km/kg ની માઈલેજ આપે છે.
Mahashivratri 2024: ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો આ 5 વસ્તુ, ભક્તો પર વરસશે વિશેષ કૃપા
શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવાના 10 ઉપાયો, સમસ્યા ભાગશે અને મનોકામના થશે પૂર્ણ!
ફીચર્સની વાત કરીએ તો પંચમાં 7 ઇંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, સેમી ડિજિટલ ઇંસ્ટ્રુમેંટ પેનલ, ઓટો એર કંડીશનિંગ, ઓટોમેટિક હેડલાઇટ્સ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી અને ક્રૂજ કંટ્રોલ જેવા ફીચર્સ મળે છે. તેમાં સેફ્ટીની દ્રષ્ટિએ ડુઅલ ફ્રંટ એરબેગ, ઇબીડી સાથે એબીએસ, રિયર ડિફોગર્સ, રિયર પાર્કિંગ સેંસર, રિયર- વ્યૂ કેમેરા અને ISOFIX એંકર જેવા ફીચર્સ મળે છે. ટાટા પંચને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટારની સેફ્ટી રેટિંગ પણ મળ્યા છે.