Electric Car: આ હશે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક SUV,ટાટા નેક્સોન EV ને મળશે ટક્કર!
Tata Electric Car: ટાટા કંપની Nexon, Tiago અને Tigor ને ઇલેક્ટ્રિક વર્ઝનમાં વેચે છે. પરંતુ કંપનીનું ફોકસ પોતાની ઇવી લાઇનઅપને વધુ વિસ્તાર આપવા પર છે. જલદી કંપની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની છે.
નવી દિલ્હીઃ Cheapest Electric SUV: ટાટા મોટર્સ (Tata Motors)એ ખુદને ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં સ્થાપિત કરી લીધી છે. હાલ આ દેશની નંબર વન ઇલેક્ટ્રિક કાર વેચનારી કંપની છે. દેશમાં કંપનીની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક એસયૂવી ટાટા નેક્સોન ઈવી (Tata Nexon EV) ની સફળતાને આ મુકામ હાસિલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ટાટા કંપની Tiago અને Tigor ને પણ ઇલેક્ટ્રિક વર્ઝનમાં વેચે છે. પરંતુ કંપનીનું ફોકસ પોતાના ઈવી લાઇનઅપનો વિસ્તાર કરવા પર છે. જલદી કંપનીની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર આવવાની છે.
2023 ઓટો એક્સપોમાં, ટાટા મોટર્સ (Tata Motors) એ પોતાની Harrier SUV ને ઈવી વર્ઝનમાં રજૂ કરી હતી, જેને જલદી બજારમાં લાવવાની આશા છે. હૈરિયર ઈવીને ટાટાના પોર્ટફોલિયોમાં નેક્સોન ઈવીની ઉપર પોઝિશન કરવામાં આવશે. ટાટા મોટર્સ કથિત રીતે વધુ એક ઈલેક્ટ્રિક SUV લોન્ચ કરવા પર વિચાર કરી રહ્યું છે, જેને નેક્સોનની નીચે પ્લેસ કરવામાં આવશે. રિપોર્ટનું માનીએ તો ટાટા પંચ માઇક્રો એસયૂવીનું ઇલેક્ટ્રિક વર્ઝન લાવવામાં આવી શકે છે.
આ પણ વાંચોઃ ભારતમાં ભયંકર મોંઘવારી : દેશના 63 ટકા લોકોને લાઈફ સ્ટાઈલના ખર્ચમાં કર્યો ઘટાડો
મીડિયા રિપોર્ટ પ્રમાણે ટાટા મોટર્સની પંચ માઇક્રો એસયૂવીને 2023ના અંત સુધી લોન્ચ કરવાની યોજના છે. આ વાહન Gen 2 (સિગ્મા) પ્લેટફોર્મ પર આધારિત હશે. જે ટાટા અલ્ટ્રોઝમાં ઉપયોગ કરવામાં આવેલ ALFA આર્કિટેક્ચરનું એક સંશોધિત વર્ઝન છે. પંચ ઈવીને બે બેટરી પેક ઓપ્શનની સાથે લાવવાની આશા છે. એક બેટરી પેક Tiago EVની જેમ 26kWh અને બીજુ Nexon EV ની જેમ 30.2kWh નું બેટરી પેક હોઈ શકે છે.
પંચ ઈવીના સંબંધમાં ટાટા મોટર્સ તરફથી કોઈ સત્તાવાર જાણકારી નથી. પરંતુ જો તેને લોન્ચ કરવામાં આવે તો તે ભારતની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક એસયૂવી હોવાની આશા છે, જેની અંદાજિત કિંમત 10થી 14 લાખ રૂપિયા હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube