નવી દિલ્હી: ભારત સરકાર અને ફ્લીટ ગ્રાહકો પછી ટાટા મોટર્સે હવે ટિગોર EV બધા પ્રકારના ગ્રાહકોને ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે. આ નવી ઇલેક્ટ્રિક સેડાન 3 વેરિએન્ટ – XE+, XM+ અને XT+ માં ઉપલબ્ધ છે જેને ટેક્સી સાથે સામાન્ય ગ્રાહક પણ ખરીદી શકશે. ટાટા મોટર્સ આ કાર 30 શહેરોમાં વેચી રહી છે અને તેની કિંમત 9 લાખ 44 હજાર રૂપિયા છે. કારના નવા એક્સટેંડેડ વર્જનની રેન્જ ઘણી સારી છે અને ગત મોડલના મુકાબલે કાર 213 કિમી રેન્જમાં આવે છે જે 71 કિમી વધારવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

TaTa Tiago Wizz લિમિટેડ એડિશન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ


ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક ટિગોરમાં 21.5 kWh બેટરી પેક લગાવ્યું છે અને કંપનીએ હાલમાં તેના પાવરની જાણકારી ઉપલબ્ધ કરાવી નથી. આ ઉપરાંત આ ડુઅલ એરબેગ્સ (XE+ વેરિએન્ટ સાથે ફક્ત ડ્રાઇવર એરબેગ) અને એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમથી સામાન્ય રીતે સજ્જ છે. નવી ટિગોર EV 3 વર્ષ અથવા 1.25 લાખ કિમી વોરન્ટી સાથે આવે છે. પ્રિમિયમ લુકવાળી આ ઇલેક્ટ્રિક સેડાન શાર્કપિન એન્ટીના અને એલઇડી હાઇમાઉન્ટેડ સ્ટોપ લેમ્પ સાથે આવે છે. 

તહેવારની સિઝનમાં ISUZU પોતાની ગાડીઓ પર આપી રહી છે 2 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ


ટાટા ટિગોર EV ત્રણ કલર્સ- 
પર્લસેન્ટ વ્હાઇટ, ઇજિપ્શિયન બ્લ્યૂ અને રોમન સિલ્વરમાં ઉપલબ્ધ છે. કારના કેબિનમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે અને ટિગોર EV અને ગ્રે ઇન્ટીરિયરમાં આવે છે. કારને પ્રિમિયમ લુક આપવા માટે ટાટા મોટર્સે નવી ટિગોર EV ને સિગ્લેચર ડેકલ્સ અને ગ્રિલ આપવામાં આવી છે. ફેમ 2 સ્કીમ હેઠળ કાર માન્ય ગ્રાહકો માતે ઇંસેંટિવ સાથે આવે છે. 

KTM એ સાડા આઠ લાખમાં લોન્ચ કરી નવી બાઇક, 790 Duke, જાણો ફીચર્સ


90 મિનિટમાં થઇ જશે 80% ચાર્જ
નવી ટિગોર ઇવી (Tigor EV)માં 21.5 kWh ની બેટરી આપવામાં આવી છે. જોકે DC 15 kW fast charger ની મદદથી ફક્ત 90 મિનિટમાં 80 ટકા ચાર્જ થઇ જાય છે. જોકે સ્ટાડર્ડ AC wall socket થી 80 ટકા ચાર્જ થતાં કારને છ કલાક જેટલો સમય લાગે છે. 

ટાટાની કારો પર 1.5 લાખ સુધીની છૂટ, જાણો કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ


તેમણે કહ્યું કે જૂના ટિગોર એડિશનની સફળતાને જોતાં નવું એડિશન ઉતારવામાં આવ્યું છે. જૂનું વર્જન પહેલાંથી જ ઘણા સરકારી વિભાગોમાં ઉપયોગમાં લેવાઇ છે. ઘરે કહ્યું કે આ ઓફર દેશમાં આવાગમના ટકાઉ સમાધાન પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને મજબૂતી આપશે.