નવી દિલ્હી: ડિજિટલ ઇન્ડીયા તરફ આગળ વધતાં પગલાંને મોબાઇલ વોલેટ્સે નવી ઉર્જા આપી છે. એવામાં તેના યૂજર્સમાં થોડા વર્ષોમાં વધારો થયો છે. ભારતીય બજારમાં હાલ ઘણી કંપનીઓના મોબાઇલ વોલેટ ઉપલબ્ધ છે. પરંતુ હવે એક કંપની પોતાનું મોબાઇલ વોલેટ બંધ કરવા જઇ રહી છે. એટલ માટે જરૂરી છે કે આ કંપનીના ગ્રાહકો છો તો પોતાના વોલેટમાંથી પૈસા કાઢી લો. કંપનીએ પણ પોતાના ગ્રાહકોને પૈસા કાઢવા અથવા તેને વાપરી કાઢવાનો અનુરોધ કર્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિમ અને નેટવર્ક વિના પણ થઇ શકશે મોબાઇલ કોલિંગ, આવશે નવી ટેક્નોલોજી


કંપની બંધ કરશે વોલેટ
ટેક મહિંદ્વાએ પોતાના મોબાઇલ વોલેટ મોબોમની 2015માં લોંચ કર્યું હતું. હવે કંપનીએ રિઝર્વ બેંક દ્વારા પ્રીપેડ પેમેંટ ઇંસ્ટ્રૂમેંટ એટલે પીપીઆઇ સર્વિસ માટે પ્રમાણપત્રને પરત લેવાનો નિર્ણય કર્યો છે. કંપની આગામી થોડા દિવસોમાં મોબાઇલ વોટેલને સંપૂર્ણપણે બંધ કરી દેશે. 


નવા ગ્રાહકો માટે બંધ થઇ સુવિધા
ટેક મહિંદ્વાએ નવા ગ્રાહકો માટે સેવા બંધ કરી દીધી છે. સાથે જ વોલેટમાં પૈસા એડ કરવાની જેવી સુવિધાઓ પર રોક લગાવી દીધી છે. કંપનીનું કહેવું છે કે બધા મોબોમની વોલેટ ગ્રાહકોને આ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યાં છે કે તે પોતાના વોલેટમાં પડેલા પૈસાનો ઉપયોગ મોબોમની મર્ચંટ આઉટલેટ્સ પર કરી શકે છે. 20 મે સુધી વોલેટની રકમને પરત લેવા પણ આવેદન કરી શકે છે.

આ કંપનીનું પેટ્રોલ-ડીઝલ પુરાવશો તો મળશે તગડું કેશબેક, 1 જૂન સુધી ઓફર


કેવી રીતે મળશે પૈસા પાછા
મોબોમની વોલેટમાંથી પોતાના પૈસા પાછા લેવા માટે તમારે કંપનીની વેબસાઇટ www.mobomoney.in પર જવું પડશે. અહીં તમાર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર નાખીને લોગઇન કરવું પડશે. ત્યારબાદ યૂજરે પોતાનું નામ, બેંક એકાઉન્ટ, બેંકનો IFSC કોડ જેવી જાણકારી આપવી પડશે. ત્યારબાદ તમારા નંબર પર એક ઓટીપી આવશે.

હવે હવાઈ પ્રવાસ દરમિયાન બેધડક વાપરી શકશો મોબાઈલ અને ઇન્ટરનેટ


ઓટીપીનો કેવી ઉપયોગ કરશો
રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આગનાર ઓટીપીને તમારા ત્યાં આપેલા બોક્સમાં નાખી દો. ત્યારબાદ તમારા તરફથી પ્રોસેસ પુરી થઇ જશે. પૈસા પરત લાવવા માટે અરજીના 21 દિવસમાં તમારા બેંક એકાઉન્ટમાં રકમ જમા થઇ જશે. આ ઉપરાંત બીજી કોઇ જાણકારી લેવા માટે તમે ઇમેલના માધ્યમથી સીધું પૂછી શકો છો. તેના માટે contactus@mobomoney.in પર ઇમેલ કરી શકો છો.