24 મેગાપિક્સલના કેમેરા સાથે લોન્ચ થયો આ સુંદર ફોન, કિંમત 15,000થી પણ ઓછી
ચાઈનીઝ કંપની ટેક્નો મોબાઈલ ભારતમાં સતત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતા કેમેરાથી સજ્જ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. હવે આ સ્માર્ટફોન નિર્માતા કંપનીએ કેમન આઈક્લિક (Camon iClic 2) સ્માર્ટફોન રજૂ કર્યો છે
નવી દિલ્હીઃ ચાઈનીઝ કંપની ટેક્નો મોબાઈલ ભારતમાં સતત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ધરાવતા કેમેરાથી સજ્જ સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. હવે આ સ્માર્ટફોન નિર્માતા કંપનીએ કેમન આઈક્લિક (Camon iClic 2) સ્માર્ટફોન રજૂ કર્યો છે, જેની કિંમત રૂ.15,000થી પણ ઓછી છે. ગયા મહિને આ કંપનીએ કેમન આઈએર-2, કેમન આઈ-2 અને કેમન આઈ-2એક્સ સ્માર્ટફોન રજૂ કર્યા હતા. હવે કંપનીએ 24 મેગાપિક્સલ કેમેરો ધરાવતો કેમન આઈક્લિક2 (Camon iClic 2) લોન્ચ કર્યો છે.
ટેક્નો મોબાઈલે કેમન આઈક્લિકની સફળતા બાદ કેમન આઈક્લિક2 લોન્ચ કર્યો છે. સૌથી મોટી વાત આ શાનદાર સ્માર્ટફોનની કિંમત રૂ.15,000થી પણ ઓછી છે. તેની વાસ્તવિક કિંમત રૂ.13,499 રાખવામાં આવી છે. આ ફોન તમને ઓનલાઈન નહીં મળે, તેના માટે તમારે રિટેલ સ્ટોર્સની મુલાકાત લેવી પડશે.
કેમન આઈક્લિક-2ના ફીચર્સ
ટેક્નો મોબાઈલે આ સ્માર્ટફોનમાં 6.2 ઈંચનો HD+ ફૂલ વ્યૂ ડિસ્પ્લે આપ્યો છે. તેના ટોપ પર નોચ આપવામાં આવ્યો છે. ફોન રિયર સાઈડ ગ્લાસ ધરાવે છે. સૌથી મોટી વાત એ છે કે આ સ્માર્ટફોન ગ્લોસી ફિનિશ સાથે તેને પ્રિમિયમ લૂક આપે છે. આ સ્માર્ટફોનમાં MT Helio P22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 4 GB RAM અને 64 GB ઈન્ટરનેલ સ્ટોરેજ આપવામાં આવી છે. ઈન્ટરનલ સ્ટોરેજને તમે માઈક્રોએસડી કાર્ડ દ્વારા 128 GB સુધી વધારી શકો છો.
કેમન આઈક્લિક 2 કેમેરો
કેમન આઈક્લિક 2 સ્માર્ટફોનમાં ડ્યુલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. પ્રાઈમરી કેમેરો 13MPનો છે અને સેકન્ડરી કેમેરો 5 MPનો છે. સેલ્ફીના શોખીન લોકો માટે તેમાં 24 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. બેટરી પણ આ સ્માર્ટફોનની જોરદાર છે. તેમાં 3,750 MAhની બેટરી આપવામાં આવી છે.