નવી દિલ્લીઃ જ્યારે તમારો ફોન ખોવાઈ જાય ત્યારે સામાન્ય રીતે FIR દાખલ કરાવીએ છીએ અથવા ફોનને ટ્રેક કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આ બધાની વચ્ચે આપણે આપણો ડેટા સુરક્ષિત કરવાનું ભૂલી જઈએ છે. જેનું ધ્યાન રાખવામાં ના આવે તો આસાનીથી ટેડાનો દૂરુપિયોગ થઈ શકે છે. એટલા માટે જ સિમને બ્લોક કરવુ ડેટા રિમુવ કરવો અને આપણા વ્યક્તિગત ફોટો, વીડિયો ને ફાઈલોને સુરક્ષિત રાખવા માટે ફોનને બ્લોક હંમેશા હિતાવહ છે. અને જો તમે વિચારી રહ્યાં છો કે આ કેવી રીતે થાય.તો આજે અમે આપને જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોનને બ્લોક કરો-
CIR એક ઓફિશિયલ વેબસાઈટ છે જેને દૂરસંચાર વિભાગે મોબાઈલ ફોન ચોરીને હતોસ્તાહિત કરવા અને મોબાઈલ ફોન માલિકોના ખોવાયેલા મોબાઈલ ફોનને બ્લૉક અને અનબ્લૉક કરવામાં મદદ કરવા માટે લૉન્ચ કરી છે. આપ વેબસાઈટ www.ceir.gov.in પર જઈને આપના ખોવાયેલા કે પછી ચોરી થયેલા ફોનને બ્લોક કરવા માટે ફોર્મ ભરી શકો છો. પરંતુ તમારે એફઆઈઆર દાખલ કરાવી પડશે અને કેટલાક દસ્તાવેજો અને વિગતો પણ આપવી પડશે. જેમ કે મોબાઇલ ખરીદીનું બિલ, પોલીસ ફરિયાદ અને ફોન ગુમાવ્યો એ જગ્યા અંગે માહિતી. એક વખત ફૉર્મ જમા કરી દો છો તેના પછી આપના ખોવાયેલા ફોનને બ્લૉક કરવા માટેના આવેદનને સ્વીકાર કરી લેવામાં આવશે. 


ડેટા હટાવો-
જો આપ એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરો છો તો www.google.com/android/find પર જાઓ અને ગૂગલ આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગ ઈન કરો. પછી આપને આપના ફોનની વિગતો અને સ્થાન બતાવવામાં આવશે. હવે સેટ અપ સિક્યોર એન્ડ ઈરેઝ ઓપ્શનને ચૂઝ કરો. અને ખોવાયેલા તમામ ડેટાને હટાવી દો. તો બીજી તરફ આઈફોન યુઝર્સ www.icloud.com/find પર જઈ શકે છે. અને એપલ આઈડી પાસવર્ડનો ઉપયોગ કરીને લોગઈન કરી શકે છે. આપને આપના એપલ ઉપકરણોની સૂચી બતાવવામાં આવશે. તેના માટે એ ફોનને સિલેક્ટ કરો જેને આપ બ્લોક કરવા માગો છો. પરંતુ જો તમને ફોન નંબર અથવા સંદેશ દાખલ કરવાનું કહેવામાં આવે, તો તમે લખી શકો છો કે મોબાઈલ ફોન ખોવાઈ ગયો છે. અથવા તમારો સંપર્ક કેવી રીતે કરવો. નંબર અને સંદેશા ઉપકરણ લોક સ્ક્રીન પર દેખાય છે.


જો આપનો ખોવાયેલો અથવા ચોરાયેલો આઈફોન ઑફલાઈન છે. તો આવતી વખતે ઑનલાઈન થવા પર ઈરેઝ થઈ જશે. જો આપ ડિવાઈસને બ્લોક કરતા પહેલા શોધી કાઢો છો તો આપ એ મામલે પણ અનુરોધ કરી શકો છો.


સિમ બ્લૉક કરો-
જ્યારે તમારો ફોન ખોવાઈ જાય અથવા ચોરી થઈ જાય તો સૌથી પહેલા સિમ કાર્ડને બ્લોક કરાવી દેજો. જેથી કરીને આપના નંબરનો દૂરુપયોગ ના થઈ શકે.