Electric Vehicle: ચીનની અગ્રણી વાહન ઉત્પાદન કંપની BYD વિશ્વના બજારમાં તે તેના ખાસ ફીચર માટે જાણીતી છે. આ વખતે પણ આ કંપનીએ પોતાની ઇલેક્ટ્રિક કારમાં લોકો પર ખાસ ધ્યાન આપ્યું છે. BYDની નવી ઇલેક્ટ્રિક કારને એકવાર ચાર્જ કર્યા બાદ તે 700 કિલોમીટર સુધી ચાલશે. કંપની આ કારને ગ્રેટર નોઈડામાં 13 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન યોજાનાર ઓટો એક્સપોમાં રજૂ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BYD કંપની આ ઈલેક્ટ્રિક સેડાન કારને વિશ્વ બજારમાં ઉતારી ચૂકી છે અને હવે કંપની ભારતીય બજાર તરફ વળી છે. આ સેડાન કાર ઓશન એક્સ કોન્સેપ્ટ પર આધારિત છે. આ કારની લંબાઈ 4.80 મીટર, પહોળાઈ 1.87 મીટર અને ઊંચાઈ 1.46 મીટર છે, તેથી આ કારમાં બેસવા માટે ઘણી જગ્યા છે, તેમાં કેબિન સ્પેસ પણ છે.


આ પણ ખાસ વાંચોઃ
પ્રમોશન અપાવતો બંગલો એક પણ મંત્રીને ન ફાળવાયો, જાણો કોને મળ્યો મંદિરવાળો બંગલો


દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા


LIC Jeevan Akshay: એકવાર રોકાણ કરો અને મેળવો 20,000નું માસિક પેન્શન


ઓછા ખર્ચે પોતાનો ધંધો! આ બિઝનેસથી દર મહિને કરો 10 લાખ રૂપિયા સુધીની કમાણી


સારી બેટરી બેકઅપ માટે કંપનીએ બે બેટરીની સુવિધા આપી છે. એક વેરિઅન્ટની બેટરી 61.4 kWhની ક્ષમતા ધરાવે છે, જ્યારે બીજી બેટરીની ક્ષમતા 82.5 kWh છે. કંપનીનો દાવો છે કે લો વર્ઝનની બેટરી સિંગલ ચાર્જમાં લગભગ 550 કિલોમીટર સુધી ચાલશે, જ્યારે હાઈ વર્ઝનની બેટરી સિંગલ ચાર્જમાં લગભગ 700 કિલોમીટર સુધી ચાલશે. 


આ ઈલેક્ટ્રિક સેડાન કાર માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટરની ઝડપ પકડી લેશે. આ કારની ડ્રાઇવિંગ રેન્જ 650 કિમી છે. આ કારમાં 15.6 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર, ફ્લેટ બોટમ સ્ટીયરિંગ, લાર્જ એસી, બૂમરેંગ શેપ એલઈડી લાઈટ્સ અને અન્ય ઘણી ખાસ સુવિધાઓ છે. BYD એ વિશ્વની ચોથી સૌથી મોટી ઇલેક્ટ્રિક કંપની છે, કંપનીએ લગભગ 6.5 લાખ કાર વેચી છે.


આ પણ ખાસ વાંચોઃ
ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે પહેલો પોલીસ કેસ! પતંગ ઉડાવતા પહેલાં જાણી લેજો આ વાત


આજથી ગુજકેટ પરીક્ષાના અહીં ભરી શકાશે ફોર્મ, વિદ્યાર્થીઓને આટલી ભરવી પડશે ઓનલાઈન


રામલલાનું મંદિર, ગુજરાતના આ નેતાનો છે અહમ રોલ : કરો તૈયારી આવી ગઈ છે અભિષેકની તારીખ


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી જીત, રાષ્ટ્રપતિએ આ બિલને આપી લીલીઝંડી