નવી દિલ્લીઃ ઈન્સ્ટાગ્રામ પર ધમાકેદાર નવું ફિચર આવી રહ્યું છે. જે અંગે યૂઝર્સ ખુબ જ ઉત્સાહિત છે. નવા ફિચરમાં યૂઝર્સ પોતાના ફોટો ગ્રીડમાં પોતાના પ્રફાઈલમાં વિશિષ્ટ પોસ્ટ પિન કરી શકશે. ઈન્સ્ટગ્રામ સમય સમયે નવા ફિચર્સ લાવતું રહે છે. આ વખતે ફરી તે જ વાત માટે ઈન્સ્ટાગ્રામ ફરી ચર્ચામાં છે. ઈન્સ્ટાગ્રામે પુષ્ટી કરી છે કે, તે નવું ફિચર ડેવલોપ કરી રહ્યું છે. જે યૂઝર્સને પોતાના ફેવરિટ ફોટોને પોતાના પિક્ચર ગ્રીડ પર પિન કરવા દેશે. ટેકક્રન્ચ મુજબ, નવું ફિચર અત્યારે ટેસ્ટિંગ ફેઝમાં છે અને હાલ માત્ર સિલેકટેડ પ્લેટફોર્મ પર જ અવેલેબલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમુક લોકોને મળી રહ્યું છે આ ફિચર-
જે યૂઝર્સને આ ફિચર મળ્યું છે, તેમને પિન ટૂ યોર પ્રોફાઈલનું ઓપશન દેખાઈ રહ્યું છે, જેને તેઓ સેટિંગ્સમાં જઈને સિલેક્ટ કરી શકે છે. ટેકક્રન્ચે એક ઈમેલ મારફતે ઈન્સ્ટાગ્રામના સ્પોક્સપર્સનના હવાલાથી ખબર આપી છે કે, અમે એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરી રહ્યા છે. જેનાથી લોકો પોતાની પ્રોફાઈલ પર પોસ્ટ જોઈ શકશે.


આ લોકો માટે શાનદાર છે આ ફિચર-
જે લોકો પોતાના ફેવરિટ ફોટોને હાઈલાઈટ કરવા માંગતા હોય તે લોકો માટે આ ફિચર ખુબ જ ઉપયોગી છે. આ સુવિધા એ ક્રિએટર્સ માટે પણ ઉપયોગી રહેશે જે કાયમ પોસ્ટ કરતા રહે છે. પણ કોઈ સ્પેશિયલ પોસ્ટને હાઈલાઈટ કરવા માગતા હોય.