iPhone 16 સિરીઝના આ મોડલના પ્રશંસકો એવા ગાંડા થયા કે....! ધડાધડ થઈ રહ્યું છે બુકિંગ
Appple iPhone 16 Pre Order: Apple iPhone 16 સિરીઝના પ્રી-ઓર્ડર માટે 37 મિલિયનથી વધુ યુનિટ મોકલવાનો અંદાજ છે. જોકે સાંભળવામાં આ સંખ્યા મોટી લાગે છે, પરંતુ ગયા વર્ષની iPhone 15 સિરીઝ કરતાં 12.7% ઓછી છે.
iPhone 16 Delivery Time: હાલમાં એપલે પોતાની સૌથી લેટેસ્ટ સીરિઝ આઈફોન 16ને લોન્ચ કર્યો છે. પ્રશંસકો આ સીરિઝની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આ સીરિઝના પ્રી ઓર્ડર્સ 13 સપ્ટેમ્બરથી શરૂ થઈ ચૂક્યા છે અને તેનું વેચાણ 20 સપ્ટેમ્બરથી શરૂ થઈ જશે. પરંતુ શું તમે જાણો છો કે આઈફોન 16 માટે કેટલા પ્રી ઓર્ડર્સ આવ્યા છે? એપલે આઈફોન 16 સીરિઝના પ્રી ઓર્ડર માટે 37 મિલિયનથી વધુ યુવિટ્સ મોકલવાનું અનુમાન લગાવ્યું છે. જોકે, આ સંખ્યા પ્રભાવશાળી લાગે છે, પરંતુ ગત વર્ષના આઈફોન 15 સીરિઝની તુલનામાં 12.7 ટકા ઓછા છે.
કેટલા અઠવાડિયામાં પુરા થશે પ્રી ઓર્ડ્સ?
સ્માર્ટફો ઈન્ડસ્ટ્રી એનાલિસ્ટ મિંગ ચી કુઓના મતે આઈફોન 15 પ્રો સીરિઝની તુલનામાં આઈફોન 16 પ્રો સીરિઝની ડિલીવરી ડેટ્સ ઘણી ઓછી છે કારણ કે હાઈ એન્ડ મોડલ્સની માંગ ખુબ જ ઓછી છે. તેનાથી તમામ મોડલ્સના સરેરાશ ડિલીવરી સમયમાં ઘટાડો નોંધાયો છે. એપલને આઈફોન 16, આઈફોન 16 પ્લસ અને આઈફોન 16 પ્રોને પહેલા અઠવાડિયાના પ્રી ઓર્ડરને બે અઠવાડિયાથી ઓછા સમયમાં પુરો કરી લેવા જોઈએ, જ્યારે આઈફોન 16 પ્રો મેક્સના પ્રી ઓર્ડરને પુરા કરવામાં ત્રણથી ચાર અઠવાડિયા લાગી શકે છે.
iPhone 16 Pro Maxની સૌથી વધુ ડિમાંડ
iPhone 16 Pro Maxની સૌથી વધુ માંગ ચે અને તેણે 17 મિલિયનથી વધુ પ્રી ઓર્ડર પ્રાપ્ત કર્યા છે. આઈફોન 16 પ્રો બીજા નંબરનો સૌથી પોપ્યુલપ ડિવાઈસના રૂપમાં 9.8 મિલિયનથી વધુ પ્રી ઓર્ડરની સાથે છે. ડિમાન્ડના મામલે આઈફોન 16 લગભગ આઈફોન 16 પ્રો પછી આવે છે, જેણે 7.3 મિલિયન પ્રી ઓર્ડર પ્રાપ્ત થયા છે, જ્યારે આઈફોન 16 પ્લસની ડિમાન્ડ સૌથી ઓછી છે, જેણે માત્ર 2.6 મિલિયનથી વધુ પ્રી ઓર્ડર પ્રાપ્ત થયા છે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે લોન્ચિંગ સમયે Apple Intelligenceની ઉપલબ્ધતાએ નવા iPhonesની માંગને અસર કરી છે. એપલ ઇન્ટેલિજન્સ બાદમાં સોફ્ટવેર અપડેટ્સના માધ્યમથી ઉપલબ્ધ થશે અને ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતાઓથી પ્રતિસ્પર્ધા પણ iPhone 16 Pro સીરિઝના વેચાણના આંકડાઓને અસર કરી રહી છે. Apple Intelligence રિલીઝ થયા પછી iPhone 16 સિરીઝના વેચાણમાં ઝડપ આવી શકે છે, જે તહેવારોની સિઝન માટે યોગ્ય સમય હોઈ શકે છે.
Appleએ iPhone 15 Pro Maxમાં વપરાતી ટેટ્રાપ્રિઝમ કેમેરા ટેક્નોલોજીના ઉત્પાદન સાથે પણ સંઘર્ષ કર્યો. Apple એ હવે આ સમસ્યાને ઠીક કરી છે, તેથી તે વધુ iPhone 16 Pro અને iPhone 16 Pro Maxનું પ્રોડ્ક્શન ઝડપથી કરી શકશે. iPhone 16 Proમાં ટેટ્રાપ્રિઝમ કેમેરા જોડવા અને કિંમત સમાન રાખવાથી Apple ને પ્રથમ સપ્તાહમાં પ્રી-ઓર્ડર મેળવવામાં મદદ મળી છે.