નવી દિલ્લીઃ સ્માર્ટફોન ખરીદતી વખતે આપણે ઘણી વાતનું ધ્યાન રાખીએ છીએ, જેમાંથી એક છે ફોનની બેટરી. જી હાં આપણું મોટાભાગનું કામા ફોન પર નિર્ભર હોય છે. આ દરમિયાન બેટરી પર પણ ધ્યાન આપવું હિતાવહ છે. આજે અમે તમને એવી ટ્રીક બતાવીશું કે જેનાથી તમારે વારંવાર ફોન ચાર્જ કરવાની જરૂર નહીં પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોનના સેટિંગમાં ફેરફાર-
સ્માર્ટફોનના સેટિંગમાં છુપાયેલી છે ફોનની બેટરીની લાઈફ વધારવની ટ્રીક..જી હા જો તમારા ફોનની બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થઈ જાય છે, તો તેનું એક કારણ ફોનનો વધુ ઉપયોગ હોઈ શકે છે. રિફ્રેશ રેટ જેટલો વધારે હશે, તેટલી જ બેટરીનો વપરાશ વધુ થશે. તમે તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ અને આપેલ વિકલ્પો અનુસાર રિફ્રેશ રેટને 60Hz અથવા 90Hz પર સેટ કરો, જેથી તમારા ફોનની બેટરીની લાઈફ જળવાઈ રહેશે.


કઈ એપ્લિકેશન ખાય છે વધુ બેટરી-
ફોનની બેટરીની લાઈફ વધારવા માટે ઘણાં રસ્તા છે. તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરેલી એપ્સમાંથી એ એપ્સ શોધી કે જે વધુ બેટરી વાપરે છે.  તમે તમારા સ્માર્ટફોનના સેટિંગ્સમાં 'બેટરી'ના ઓપ્શનમાં જશો, તો તમને ખબર પડશે કે કઈ એપ વધુ બેટરી વાપરે છે.આવી એપ્સને અનઇન્સ્ટોલ કરીને તમે ફોનની બેટરી લાઈફ વધારી શકો છો.


બેક ગ્રાઉન્ડ એપ્લિકેશન કરો બંધ-
સ્માર્ટફોનને વારંવાર ડિસ્ચાર્જ થવાથી રોકવા માંગો છો, તો તમારે ત બેકગ્રાઉન્ડમાં કામ કરતી એપ્લિકેશનને બંધ કરવી પડશે. જેમ કોમ્પ્યુટર કે લેપટોપનો ઉપયોગ કર્યા પછી શટ ડાઉન કરો છે, તેવી જ રીતે તમારા સ્માર્ટફોનની એપ્સનો ઉપયોગ કર્યા પછી તેને બંધ કરી દો. જો એપ્સ બેકગ્રાઉન્ડમાં પણ ચાલતી રહેશે તે ફોનની બેટરી વપરાઈ જશે. આ રીતે તમે તમારા સ્માર્ટફોનની બેટરીની લાઈફને સુધારી શકશો.