Smartphone: સ્માર્ટ ફોનમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે એ જાણી લેવું જરૂરી છે કે મોબાઈલની બેટરીમાં આગ કેમ લાગે છે શું છે તેના કારણો આવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતા અથવા તો આગ લાગતા યુઝર ઘાયલ થયા હોય એવા ઘણા બનાવો બન્યા છે. આપના ફોનની બેટરીમાં આગ લાગવાના કેટલાક મુખ્ય કારણો છે એ જાણી લેશો એટલે આપના ફોનનું આયુષ્ય વધી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલું કારણ છે ઓવરહીટિંગ-
સ્માર્ટ ફોનની બેટરીને એક નિશ્ચિત તાપમાનમાં કામ કરવા માટે ડિઝાઈન કરાઈ હોય છે. આપના સ્માર્ટ ફોનને નિયમિત રૂપે વધુ તાપમાનના સંપર્કમાં લાવતા બેટરીને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. તડકો કે બંધ કારમાં લાંબા સમય સુધી રહેવા પર પણ સ્માર્ટ ફોન ગરમ થઈ શકે છે. વધુ ગરમી પકડી લેતા બેટરી સેલ્સ અનસ્ટેબલ થઈ જાય છે અને કાર્બન ડાયોક્સાઈડ તેમજ ઓક્સિજન જેવા ગેસ ઉત્પન્ન થાય છે. જેથી સ્માર્ટ ફોનમાં વિસ્ફોટ થઈ શકે કે આગ લાગી શકે છે.


બીજું કારણ છે ઓવર ચાર્જિંગ -
ઘણાં સ્માર્ટફોન યૂઝર્સ પોતાના ફોનને આખી રાત ચાર્જિંગ પર મુકી રાખે છે જેના કારણે ઓવરહિટીંગ થઈ શકે છે. આવું કરવાથી લાંબા સમયે બેટરીને નુકસાન થતું હોવાનું તારણ છે અને ઘણી વખત શોર્ટ-સર્કિટના કારણે વિસ્ફોટ પણ થઈ શકે છે. 


ત્રીજું કારણ થર્ડ પાર્ટી ચાર્જર-
હંમેશા પોતાના સ્માર્ટફોનને ઓરિજનલ કેબલ અને એડપ્ટરથી ચાર્જ કરવાની સલાહ આપવામાં આવે છે. કોઈ અન્ય બ્રાન્ડનો ઉપયોગ કરવાથી આપના સ્માર્ટ ફોનની બેટરી ખરાબ થઈ શકે છે. થર્ડ પાર્ટી ચાર્જિંગ કેબલ અને એડપ્ટર ડિવાઈસને વધુ ગરમ કરી શકે છે અને બેટરીમાં શોર્ટ-સર્કિટનું કારણ બની શકે છે.


ચોથું કારણ વધુ પડતો વપરાશ-
સ્માર્ટ ફોનનો રફ યૂઝ ન માત્ર મોબાઈલની બોડી પરંતુ બેટરીને પણ નુકસાન પહોંચાડી શકે છે. ડેમેજ બેટરીના મેકેનિકલ કે કેમિકલ કેન્પોનેન્ટસને હેમ્પર કરી શકે છે. અસંતુલનથી શોર્ટ સર્કિટ, ઓવરહિટીંગ અને અન્ય કારણ થઈ શકે છે જેનાથી સ્માર્ટફોનમાં વિસ્ફોટ થઈ શકે છે કે આગ લાગી શકે છે.


પાંચમું કારણ ચિપસેટનું ઓવરલોડિંગ-
ગેમિંગ અને મલ્ટી-ટાસ્કિંગ સાથે વધુ ઉપયોગના કારણે સ્માર્ટ ફોન જલ્દી ગરમ થઈ શકે છે. ગરમીનું મુખ્યકારણ પ્રોસેસર છે. ડિવાઈસને સુરક્ષિત રાખવા માટે બનાવનાર સુરક્ષા માટે ઘણી કૂલીંગ મશીન જોડે છે. જો કે આપને લાગતું હોય કે તે બહુ જ ગરમ થઈ રહ્યું છે તો સ્માર્ટ ફોનને થોડી મીનિટો માટે બંધ કરવાની સલાહ આપવામાં આવે છે. તો એ મુખ્ય પાંચ કારણો છે જેના કારણે આપના મોબાઈલની બેટરી બ્લાસ્ટ થઈ શકે છે અથવા તો તેમાં આગ લાગી શકે છે.