OnePlus: ભારતમાં વન પ્લસ સાવ ઓછી કિંમતમાં લોંચ કરી રહ્યો છે જબરદસ્ત સ્માર્ટફોન. કંપની દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છેકે, આ ફોન માત્ર 29 મિનિટમાં ફૂલ ચાર્જ થઈ જશે. આની બેટરી લાઈફ પર ખુબ સારી હશે. એટલું જ નહીં ફોનના ફિચર્સ જાણીને તો તમે રીતસર ફિદા થઈ જશો. ભારતમાં લોંચ કરવામાં આવ્યો છે OnePlus Nord CE 4. માત્ર 30 હજાર જેવી નજીવી કંમતીમાં કંપનીએ આ ફોનને માર્કેટમાં મુક્યો છે. મિડ-રેન્જના ફોનને ટક્કર આપવા આ ફોન ધરાવે છે દમ. આવો જાણીએ OnePlus Nord CE 4 ની કિંમત અને ફીચર્સ...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AI ની સુવિધાથી સજ્જ છે આ ફોનઃ
OnePlus નો આ ફોન અગાઉના મોડલ Nord CE3 કરતાં વધુ પાવરફુલ છે અને તેમાં ફ્લેગશિપ ફોન જેવા ફીચર્સ પણ છે. ઓટલું જ નહીં આ ઉપરાંત, કંપની બે વિશેષ AI સુવિધાઓ પણ લાવી રહી છે - સ્માર્ટ કટઆઉટ અને ઓટો પિક્સેલેટ. 


OnePlus Nord CE 4 ની ભારતમાં કિંમતઃ
OnePlus Nord CE 4માં બે વેરિઅન્ટ હશે:
8GB RAM + 128GB સ્ટોરેજ – ₹24,999
8GB RAM + 256GB સ્ટોરેજ – ₹26,999


OnePlus Nord CE 4:
OnePlus Nord CE 4નું વેચાણ 4 એપ્રિલથી શરૂ થશે. તમે તેને બપોરે 12 વાગ્યાથી oneplus.in, Amazon, OnePlus Store App, OnePlus Experience Store, Reliance Digital, Croma અને કેટલાક અન્ય સ્ટોર્સ પરથી ખરીદી શકો છો. જો તમે સેલના દિવસે ફોન ખરીદો છો, તો તમને ₹2,199 ની કિંમતનો OnePlus Nord Buds 2r મફતમાં મળશે. આ ફોન ડાર્ક ક્રોમ અને સેલેડોન માર્બલ કલરમાં ઉપલબ્ધ થશે.


OnePlus Nord CE4 નું વેચાણ 4 એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે, પરંતુ તમે 1 થી 3 એપ્રિલની વચ્ચે કોઈપણ OnePlus સ્ટોરની મુલાકાત લઈને તેને માત્ર ₹ 999 માં પ્રી-બુક કરી શકો છો. જો તમે 4 એપ્રિલે ફોન ખરીદો છો, તો તમે ઘણી આકર્ષક ઑફર્સનો લાભ લઈ શકો છો. કંપની ₹4,699 સુધીનો કુલ લાભ ઓફર કરી રહી છે, જેમાં એક્સચેન્જ બોનસ તરીકે ₹2,500 સુધીનો સમાવેશ થાય છે (જૂનો ફોન પરત કરવા પર ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે).


ક્યારથી શરૂ થાય છે ઓફરઃ
- ₹2,500 સુધીનું એક્સચેન્જ બોનસ અને ICICI બેન્ક ક્રેડિટ કાર્ડ્સ અને EMIs અથવા OneCard પર ₹1,500 સુધીનું ત્વરિત ડિસ્કાઉન્ટ.
- HDFC બેંકના ડેબિટ કાર્ડ પર ₹1,500નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ EMI પર ₹1,250 ડિસ્કાઉન્ટ.
- Jio વપરાશકર્તાઓ માટે પણ સારા સમાચાર છે! 4 થી 30 એપ્રિલ સુધી નવો ફોન ખરીદવા પર તમે Jio તરફથી ₹2,250 સુધીના લાભો મેળવી શકો છો.


કેમેરાની શું છે ખાસિયત?
OnePlus Nord CE 4 પાછળ બે કેમેરા છે. મુખ્ય કેમેરામાં 50MP Sony LYT-600 સેન્સર છે અને તેમાં ચિત્રોને સ્થિર રાખવા માટે ખાસ ટેક્નોલોજી (ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન) પણ છે. બીજો કેમેરો 8MP અલ્ટ્રાવાઇડ સેન્સર છે. સેલ્ફી માટે ફ્રન્ટમાં 16MP કેમેરા આપવામાં આવ્યો છે.


OnePlus Nord CE 4 સ્પેક્સ:
OnePlus Nord CE 4 ની સ્ક્રીન 6.7-ઇંચની છે. તેની ખાસ વાત એ છે કે આ સ્ક્રીન પાણી આવે તો પણ સરળતાથી કામ કરે છે. આ ફોનમાં Qualcomm Snapdragon 7 Gen 3 પ્રોસેસર છે, જે 8GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવે છે (સ્ટોરેજ 1TB સુધી વધારી શકાય છે). ઉપરાંત, આ ફોન RAM-Vita ફીચર સાથે આવે છે જે ઉપયોગમાં સરળતા આપે છે અને એપ્સને સુધારે છે.