નવી દિલ્લીઃ KGF-2, RRR જેવી સુપરહિટ ફિલ્મોને જોવાની મજા તો ખરેખર થિયેટરમાં જ છે. ઘણા લોકો ફોનમાં જ મુવી જોતા હોય પરંતુ ખરેખર મુવી જોવાની અસલી મજા તો થિયેટરમાં જ આવે. પરંતુ શું તમે પોતાના ઘરે થિયેટરમાં મુવી જોતા હોય એવો અનુભવ કરવા માગો છો. જો હા હોય તો BenQ નામની પ્રખ્યાત પ્રોજેક્ટર બનાવતી કંપનીએ એક પોર્ટેબલ પ્રોજેક્ટર BenQ GS50 લોન્ચ કર્યું છે. આ ફુલ HD રિઝોલ્યુશન પર વાયરલેસ પ્રોજેક્શન પ્રદાન કરે છે. આ પ્રોજેક્ટર 500 ANSI Lumens બ્રાઈટનેસ સાથે આવે છે. કંપનીએ જણાવ્યું છે કે આના LED સોર્સની લાઈફ 30,000 કલાકની છે. BenQ GS50 એક ઈઝી ટુ કેરી ડિઝાઈન્ડ પ્રોજેક્ટર છે. જેની પ્રોજેક્શન સાઈઝ 100 ઈંચ સુધીની છે. કંપનીએ કહ્યું છે કે આ પ્રોજેક્ટર એકદમ શાર્પ અને ક્લિયર ઈમેજને 100 ઈંચ સુધી માત્ર સેકેન્ડ્સમાં ઓટોફોકસ કરી લે છે. સ્માર્ટ વાયરલેસ પોર્ટેબલ પ્રોજેક્ટરમાં 2.1 ચેલન બ્લુટુથ સ્પીકર્સ એક્સટ્રા બેસ સાથે આપવામાં આવ્યા છે. આમાં બિલ્ટ ઈન Android TV અને 2.5 કલાક સુધી ચાલે તેવી બેટરી આપવામાં આવી છે. એટલે કે તમે આસાનીથી એક મુવીને નિહાળી શક્શો. BenQ GS50માં સિનેમા, ગેમ, સ્પોર્ટ્સ અને મ્યુઝિક મોડ્સ આપવામાં આવ્યા છે. આમાં સ્પ્લેશ અને વોટર રેસિસ્ટન્સ માટે IPX2 રેટિંગ આપવામાં આવી છે. આ સિવાય 2.3 ફીટ ડ્રોપ પ્રોટેક્શન પણ BenQના પ્રોજેક્ટરને સ્માર્ટ બનાવે છે. BenQ GS50માં મલ્ટીપલ કનેક્ટિવિટી ઓપશન્સ આપવામાં આવ્યા છે. આમાં HDMI 2.0b પોર્ટ, HDCP 2.2 પોર્ટ, એક USB Type-C પોર્ટ, DisplayPort Alt સાથે વધુ એક USB Type-A પોર્ટ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટર મોબાઈલ મિરરિંગ અને કાસ્ટિંગને પણ સપોર્ટ કરે છે. આ પ્રોજેક્ટર એન્ડ્રોઈડ અને iOS સાથે કોમ્પિટેબલ છે. Android TV સાથે આવતા આ પ્રોજેક્ટરમાં 3.5 MM ઓડિયો સપોર્ટ પણ છે. તેથી આ પ્રોજેક્ટરને કોઈ પણ એક્સટર્નલ સ્પીકર સાથે કનેક્ટ કરી શકાય છે. કિંમત- BenQ GS50ને એક્સક્લુસિવલી ઈ-કોમર્સ સાઈટ એમઝોન પર ઉપલબ્ધ છે. લિમિટેડ ટાઈમ માટે આ પ્રોજેક્ટરની કિંમત 79,990 રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ 2 વર્ષ અથવા LED લાઈટના સોર્સ પર 2000 કલાકની વોરંટી આપી છે.