AC ખરીદતા પહેલાં આ વાતનું રાખો ખાસ ધ્યાન, નહીં તો લાઈટ બિલ જોઈ ઠંડીમાં પણ લાગશે ગરમી!
જગ્યા અને સ્થિતિ અનુસાર ACના અલગ-અલગ મોડલ દરેક માટે ઉપલબ્ધ છે. પહેલા ACને લક્ઝરી આઈટમ માનવામાં આવતું હતું, પરંતુ હવે AC પણ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે. અહીં અમે તમને તેની ગાઈડ જણાવી રહ્યા છીએ.
નવી દિલ્લીઃ શું તમે એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા અન્ય ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી નવું એર કંડિશનર (AC) ઓનલાઈન ખરીદવાનું વિચારી રહ્યા છો? તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. તમારે AC ઈન્સ્ટોલેશનથી લઈને વિન્ડો અથવા સ્પ્લિટ AC અને ટન સુધી કાળજી લેવી પડશે. પાડોશી અથવા અન્ય મિત્રોના ઘરે લગાવેલા ACને જોઈ પસંદગી કરશો તો તમે પછતાઈ પણ શકો. લોકોએ પોતાની જરૂરિયાત મુજબનું AC લેવું જોઈએ જેથી તેમને વધુ ઈલેક્ટ્રીક બિલ પણ ન આવે.
હવે જ્યારે એસીના પ્રકારની વાત આવે છે, ત્યારે કેપેસિટીનો વારો આવે છે. રૂમની સાઈઝ પ્રમાણે તમે AC મોડલ ખરીદી શકો છો. જનરલ એસી 1-ટન, 1.5-ટન અને 2-ટન ક્ષમતા સાથે આવે છે. જો તમારા રૂમની સાઇઝ 10 x 15 ચોરસ ફૂટથી વધુ છે તો તમારે 2-ટન ક્ષમતાવાળા AC સાથે જવું જોઈએ, પરંતુ જો રૂમની સાઇઝ તેનાથી ઓછી હોય તો તમે 1.5 ટન AC સાથે જઈ શકો છો. જો તમે બેઝમેન્ટમાં અથવા ગ્રાઉન્ડ ફ્લોર પર રહો છો અને ત્યાં કોઈ સીધો સૂર્યપ્રકાશ નથી અને રૂમનું કદ 10x10 ચોરસ ફૂટ છે, તો તમે 1 ટનનું AC ખરીદી શકો છો.
ઈન્વર્ટર AC અથવા નોન-ઈન્વર્ટર ACમાં કયું શ્રેષ્ઠ છે?
તમે ઘણા એસી જોયા હશે જે ઈન્વર્ટર ટેગ સાથે આવે છે. જ્યારે તમે ઈન્વર્ટર એસી ખરીદો છો, ત્યારે તમે કૂલિંગ ક્ષમતામાં ફેરફાર કરીને ઘણું વીજળી બિલ બચાવી શકો છો. ઉદાહરણ સમજો, જો તમારી પાસે 1.5 ટનનું ઈન્વર્ટર એસી છે, તો તે 0.5 ટન અને 1.5 ટન વચ્ચે કાર્ય કરશે. ઈન્વર્ટર એસી પાવર સેવિંગ ફીચર સાથે આવે છે. પરંતુ, તેઓ ખર્ચાળ હોય છે.
કેટલા સ્ટારવાળું AC લેવું જોઈએ?
ACને કારણે બિલ પણ ઘણું વધારે આવે છે. આ કારણે, તમે વધુ સ્ટાર્સ સાથે AC ખરીદી શકો છો. સ્ટારની સંખ્યા જેટલી વધુ હશે, તમારું વીજળીનું બિલ એટલું ઓછું હશે. તમે 3 સ્ટારથી ઉપરના AC સાથે જઈ શકો છો. જો કે તમારે વધુ સ્ટાર્સવાળા મોડલ માટે વધુ પૈસા ખર્ચવા પડશે પરંતુ તમારું વીજળીનું બિલ ઘટશે જે તમારા લાંબા ગાળા માટે ફાયદાકારક છે.