WhatsApp Users સાથે ચાલી રહ્યું છે નવું કૌભાંડ! પરિવાર અને મિત્રોના નામે થાય છે છેતરપિંડી
ઘણા વોટ્સએપ યુઝર્સ આ કૌભાંડ વિશે જાણતા નથી. આ કૌભાંડમાં, છેતરપિંડી કરનારાઓ તેમના મિત્રો બનીને વપરાશકર્તાઓને નિશાન બનાવે છે. આ વોટ્સએપ સ્કેમમાં યુઝર્સને એક મિત્રનો મેસેજ આવે છે. જેમાં જણાવાય છે કે તેઓ બહાર ફસાયેલા છે અને તેમને ઘરે જવા માટે પૈસાની જરૂર છે.
નવી દિલ્હીઃ WhatsApp એક ખૂબ જ લોકપ્રિય ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન છે. જેના માધ્યમથી હેકર્સ કૌભાંડ કરવાનો પ્રયાસ કરતા રહે છે. હવે આ અંગે એક નવું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડને ફ્રેન્ડ ઈન નીડ સ્કેમ કહેવામાં આવી રહ્યું છે. ઘણા વોટ્સએપ યુઝર્સ આ કૌભાંડ વિશે જાણતા નથી. આ કૌભાંડમાં, છેતરપિંડી કરનારાઓ તેમના મિત્રો બનીને વપરાશકર્તાઓને નિશાન બનાવે છે. આ વોટ્સએપ સ્કેમમાં યુઝર્સને એક મિત્રનો મેસેજ આવે છે. જેમાં જણાવાય છે કે તેઓ બહાર ફસાયેલા છે અને તેમને ઘરે જવા માટે પૈસાની જરૂર છે.
મેટ્રોના રિપોર્ટ અનુસાર, થોડા સમય પહેલાં 53 વર્ષની નર્સ ટોની પાર્કર આ કૌભાંડનો શિકાર બની હતી. તેને એક મેસેજ મળ્યો. દાવો કરવામાં આવ્યો હતો કે આ મેસેજ તેમના પુત્ર તરફથી આવ્યો છે. મેસેજમાં £2,500 (અંદાજે રૂ. 2,50,000)ની જરૂરિયાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર ટોની પાર્કરે પુત્રને મદદ કરવા માટે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. સ્કેમર્સના નિશાના પર માતા પણ હોય છે કારણ કે તે સરળતાથી પુત્રના નામે પૈસા ટ્રાન્સફર કરે છે. નેશનલ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ અનુસાર, યુકેમાં રહેતા 59% વપરાશકર્તાઓને આ સ્કેમ મેસેજ મળ્યો છે.
વોટ્સએપે આ અંગે લોકોને ચેતવણી પણ આપી છે. રિપોર્ટ અનુસાર, સ્કેમર્સ યુઝર્સને ફેમિલી કે ફ્રેન્ડ તરીકે મેસેજ મોકલે છે. મેસેજમાં તેમને અંગત માહિતી, પૈસા અથવા છ અંકનો પિન પૂછવામાં આવે છે. યુઝર્સને આવા મેસેજથી સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. સાયબર સિક્યોરિટી નિષ્ણાંતોનાં મતે, સ્કેમર્સ તમારા મિત્ર અથવા પરિવારના ચેડા થયેલા એકાઉન્ટનો ઉપયોગ કરે છે. આ મેસેજ મિત્રના હેક નંબર અથવા એકાઉન્ટ પરથી મોકલવામાં આવે છે.