50MP ત્રિપલ કેમેરા અને 5000mAh બેટરીની સાથે દમદાર સ્માર્ટફોન લોન્ચ, કિંમત માત્ર 9300 રૂપિયા
ટેક્નો સ્પાર્ક 9ટીની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. આ ફોન 7જીબી સુધીની રેમ અને 50 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાથી લેસ છે. ફોનમાં તમને 5000mAhની બેટરી મળશે. તેની કિંમત 10000 રૂપિયાથી ઓછી છે.
નવી દિલ્હીઃ 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં Tecno એ પોતાના નવા સ્માર્ટફોન - Tecno Spark 9T ને લોન્ચ કર્યો છે. કંપનીનો આ ફોન 4જીબી રેમ અને 64જીબીના ઇન્ટરનલ સ્ટોરેજની સાથે આવે છે. ફોનમાં કંપની 3જીબી વર્ચ્યુઅલ રેમ ફીચર પણ આપી રહી છે, જેમાં તેની ટોટલ રેમ 7જીબી થાય છે. તેની કિંમત 9299 રૂપિયા છે. એટલાન્ટિક બ્લૂ અને ટર્કોઇઝ સ્યાન કલર ઓપ્શનમાં લોન્ચ છયેલ ફોનનો સેલ 6 ઓગસ્ટથી એમેઝોન ઈન્ડિયા પર શરૂ થશે. કંપનીનો આ લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન 5000mAh બેટરી અને 50 મેગાપિક્સલના કેમેરા જેવા જબરદસ્ત ફીચર્સથી લેસ છે.
ટેક્નો સ્પાર્ક 9Tના ફીચર અને સ્પેસિફિકેશન
ફોનમાં કંપની 1080x2408 પિક્સલ રેઝોલૂશનની સાથે 6.6 ઇંચની ફુલ એચડી+ હોટ નોચ ડિસ્પ્લે આપી રહી છે. ડિસ્પ્લેની પિક્સલ ડેન્સિટી 401ppi છે અને સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 90.1 છે. ફોન 4જીબી LPDDR4x રેમ (3જીબી એક્સ્ટ્રા રેમ મેમરી ફ્યૂઝન ફીચરની સાથે) અને 64 બીજીના ઈન્ટરનલ સ્ટોરેજથી લેસ છે. જરૂર પડવા પર યૂઝર્સ ફોનની મેમરી માઇક્રો એસડી કાર્ડ દ્વારા 512જીબી સુધી વધારી શકે છે. કંપની ફોનમાં હાઇપર એન્જિન ટેક્નોલોજીની સાથે મીડિયાટેક હીલિયો G35 પ્રોસેસર આપી રહી છે.
આ પણ વાંચોઃ દર મહિને રિચાર્જની મગજમારી દૂર, આ છે Jio-Airtel-Vi-BSNL ના સસ્તા પ્લાન, 365 દિવસની વેલિડિટી
ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં તમને એલઈડી ફ્લેશની સાથે ત્રણ કેમેરા મળશે. તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો સાથે એક 2 મેગાપિક્સલનો લેન્સ અને એક AI સેન્સર સામેલ છે. ફોનમાં સારા લો-લાઇટ ફોટોગ્રાફી માટે સુપર નાઇટ મોડ પણ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે આ ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.
ફોનમાં સ્માર્ટ એન્ટી-ઓઇલ સાઇડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને ફેસ અનલોક ફીચર પણ છે. ટેક્નો સ્પાર્ક 9T માં 5000mAh ની બેટરી આપવામાં આવી છે, જે 18 વોટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. દમદાર સાઉન્ડ એક્સપીરિયન્સ માટે તેમાં ડીટીએસ સરાઉન્ડ સાઉન્ડ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈ-ફાઈ, બ્લૂટૂથ 5.0 અને જીપીએસ જેવા ઓપ્શન આપવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube