દર મહિને રિચાર્જની મગજમારી દૂર, આ છે Jio-Airtel-Vi-BSNL ના સસ્તા પ્લાન, 365 દિવસની વેલિડિટી

Jio-Airtel-Vi-BSNL Annual Recharge Plan: વારંવાર રિચાર્જ કરાવવાનું ટેન્શન દૂર થઈ જશે જો તમે આ પ્લાન પર એકવાર નજર કરશો. આ પ્લાન્સ 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. 

દર મહિને રિચાર્જની મગજમારી દૂર, આ છે Jio-Airtel-Vi-BSNL ના સસ્તા પ્લાન, 365 દિવસની વેલિડિટી

નવી દિલ્હીઃ જો તમે પણ એક એવો મોબાઇલ રિચાર્જ પ્લાન ઈચ્છો છો જે લોન્ગ ટર્મ વેલિડિટીની સાથે આવે તો આમે અમે તમારા માટે કેટલાક વાર્ષિક પ્લાન્સની જાણકારી લાવ્યા છીએ. અહીં અમે તમને જિયો, એરટેલ, વીઆઈ અને BSNL ના સૌથી સસ્તા પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ, જે 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. તેમાં ડેટા, કોલિંગ, એસએમએસ જેવા અન્ય લાભ પણ આપવામાં આવે છે. જાણો આ પ્લાન વિશે વિગતવાર માહિતી...

Airtel ના 1,799 રૂપિયાના પ્લાનની વિગત
તેની વેલિડિટી 365 દિવસની છે. તેમાં યૂઝર્સને કોઈપણ નંબર પર અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. સાથે 3600 એસએમએસ પણ આપવામાં આવે છે. યૂઝર્સને આ દરમિયાન 24 જીબી ઈન્ટરનેટ મળે છે. ડેટા પૂરો થયા બાદ 50 પૈસા/એમબીના દરથી ચાર્જ લાગશે. તો તેમાં કંપની 30 દિવસ એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ સબ્સક્રિપ્શન આપી રહી છે. તો ત્રણ મહિના માટે ફ્રી એપોલો 24/7 સર્કિલ, શો એકેડમી પર ફ્રી એક્સેસ,  FASTag પર 100 રૂપિયાનું કેશબેક, ફ્રી હેલો ટ્યૂન્સની સુવિધા આપવામાં આવશે. આ સિવાય વિંક મ્યૂઝિક સબ્સક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. 

Vodafone Idea ના 1,799 રૂપિયાના પ્લાનની વિગત
તેમાં 365 દિવસની વેલિડિટી આપવામાં આવી રહી છે સાથે 24 જીબી ડેટા મળે છે. ડેટા પૂરો થયા બાદ યૂઝર્સને 64Kbps ની સ્પીડ આપવામાં આવશે. આ સિવાય બધા નેટવર્ક પર અનલિમિડેટ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. કંપની યૂઝર્સને 3600 એસએમએસ આપી રહી છે. અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં વીઆઈ મૂવીઝ અને ટીવી એપનું એક્સેસ આપવામાં આવશે. 

Jio ના 1,599 રૂપિયાના પ્લાનની વિગત
જિયો યૂઝર્સને પણ આ પ્રકારનો પ્લાન ઓફર કરવામાં આવી રહ્યો છે. તેમાં અનલિમિટેડ કોલિંગ, 3600 સુધી ફ્રી એસએમએસ સહિત 24જીબી હાઈ-સ્પીડ ઇન્ટરનેટ ડેટા આપવામાં આવી રહ્યો છે. ડેટા પૂરો થયા બાદ સ્પીડ 64Kbps રહી જાય છે. આ સિવાય JioTV, JioCinema, JioSecurity અને JioCloud જેવી એપ્સની સુવિધા આપવામાં આવી રહી છે. તેની વેલિડિટી 365 દિવસ છે. 

BSNL ના 1,499 રૂપિયાના પ્લાનની ડિટેલ્સ
તેની વેલિડિટી 336 દિવસની છે. તેમાં અનલિમિડેટ કોલિંગની સાથે 24 જીબી ડેટાની સુવિધા આપવામાં આવે છે. આ સાથે યૂઝર્સને દરરોજ 100 એસએમએસ ફ્રી મળશે.

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news