નવી દિલ્હી: નવા વર્ષથી દેશમાં કોઇપણ લેન્ડલાઇન ફોન (Landline Phone)થી મોબાઇલ નંબર (Mobile Number)ડાયલ કરવાની રીત સંપૂર્ણપણે બદલાઇ જશે. ટેલિકોમ વિભાગે ટ્રાઇ (TRAI)ના એક પ્રસ્તાવને સંપૂર્ણપણે મંજૂર કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે નવો નિયમ
નવા નિયમ અનુસાર 1 જાન્યુઆરી 2021થી કોઇપણ લેન્ડલાઇન ફોનથી મોબાઇલ નંબર વાત કરવા માટે શૂન્ય (Zero)લગાવવો જરૂરી રહેશે. તેનાથી ટેલિકોમ પ્રોવાઇડર કંપનીઓને વધુ નંબર બનાવવાની સુવિધા મળશે. આ વિશે ટેલીકોમ ડિપાર્ટમેન્ટે 20 નવેમ્બરના રોજ આ સર્કુલર પણ જાહેર કરી દીધું છે.  આ સર્કુલરમાં કહેવામાં આવ્યું છે કે લેન્ડલાઇન (landline connection)થી મોબાઇલ પર નંબર ડાયલ કરવાની રીતમાં ફેરફારની ટ્રાઇની ભલામણોને માનવામાં આવી છે. તેનાથી મોબાઇલ અને લેન્ડલાઇન સેવાઓ માટે પર્યાપ્ત માત્રામાં નંબર બનાવવાની સુવિધા મળશે. 

એકદમ ઓછી કિંમતમાં મેળવો 150Mbpsની ઇન્ટરનેટ સ્પીડ, જાણો બીજા શું છે ફાયદા


આ સુવિધા અત્યારે પોતાના ક્ષેત્રથી બહાર કોલ કરવા માટે ઉપલબ્ધ છે. ટેલિકોમ કંપનીઓને આ નવી વ્યવસ્થાને અપનાવવા માટે એક જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. 


ઝીરોથી તૈયાર થશે 254.4 કરોડ નંબર
ડાયલ કરવાની રીતમાં આ ફેરફારથી ટેલિકોમ કંપનીઓને મોબાઇલ સેવાઓ માટે 254.4 કરોડ વધરાવાના નંબર તૈયાર કરવાની સુવિધા મળશે. આ ભવિષ્યની જરૂરિયાતોને પુરી પાડવામાં મદદ કરશે. તેનાથી આગળ જઇને નવા નંબર પણ કંપનીઓ ઇશ્યૂ કરી શકશે. 


11 આંકડાનો હોઇ શકે છે મોબાઇલ નંબર
ભવિષ્યમાં ટેલિકોમ કંપનીઓ 11 આંકડાનો મોબાઇલ નંબર પણ ઇશ્યૂ કરી શક છે. હાલ દેશમાં મોબાઇલ ગ્રાહકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. જેના લીધે 10 આંકડાનો મોબાઇલ નંબર પણ ઓછો પડી રહ્યો છે. એવામાં ફક્ત ઝીરોના ઉપયોગથી આગળનો માર્ગ સરળ બની જશે. 


ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube