Volvo ની ઇલેક્ટ્રિક કાર Volo Polestar 2 પોતાની પ્રતિદ્વંદ્વી Tesla Model 3 ને ટક્કર આપવા આવી રહી છે. વોલ્વોએ પોતાની આ ઇલેક્ટ્રિક કારનો ફોટો ટીઝ કર્યો છે. તેનાથી લાગે છે કે Volvo Polestar 2 પ્રોડકશનની ખૂબ નજીક પહોંચી ગઇ છે. જોકે આ પહેલાં Volvo Polestar 1 હાઇબ્રિડને પ્રોડક્શન માટે મોકલવામાં આવશે જેનું ઉત્પાદન સંભવત: આ વર્ષના અંત સુધી શરૂ થઇ જશે. Volvo પોતાની Polestar 2 ને 2-3 અઠવાડિયામાં પ્રદર્શિત કરશે અને હાલ જાહેર કરવામાં આવેલા ટીઝરમાં આ કારનો ફકત પાછળનો ભાગ દેખાઇ રહ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લંડનની Laureti ભારતમાં લોંચ કરશે ઇલેક્ટ્રિક SUV, એકવાર ચાર્જિંગમાં દોડશે 540 કિમી


એકવાર ચાર્જ કરતાં દોડશે 480 કિમી
Volvo Polestar 2 એકવાર ચાર્જ કરતાં 480 કિમી દોડશે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ કાર 4 દરવાજાવાળી ફાસ્ટબેક બોડી ટાઇપ હોઈ શકે છે. તેની બેટરી 400 બીએચપી પાવર જનરેટ કરે છે અને તેની કિંમત પણ Tesla Model 3 ની આસપાસ હોઇ શકે છે.


Polestar 2 માં હશે Google Android HMI
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો Polestar 2 માં Google Android HMI આપવામાં આવી શકે છે. આ ગૂગલ આસિસ્ટેંટનું ઇન-કાર વર્જન હશે. આ કાર સંબંધિત વધુ જાણકારીઓ હજુ સુધી સામે આવી નથી પરંતુ નક્કી છે કે Tesla Model 3 ને આ આકરી ટક્કર આપશે.