Railway Rules: ભારતીય રેલવે દેશ માટે લાઈફ લાઈન જેવું કામ કરે છે. રોજ લાખો કરોડો લોકો ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરે છે. ભારતમાં દુનિયાનું સૌથી મોટું ચોથા ક્રમનું રેલ નેટવર્ક છે. જે 68,600 રૂટ કિલોમીટર સુધી ફેલાયેલું છે. સૌથી પહેલા અમેરિકા આવે છે જેનું રેલ નેટવર્ક 2 લાખ 50 હજાર કિલોમીટરનું છે. ત્યાર પછી ચીન, રુસ અને ભારતનો ક્રમ આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


વ્યક્તિના મોત બાદ શું કરાય છે AADHAR અને PAN કાર્ડનું? શું છે તેના નિયમ જાણો


બાઈક્સના બાદશાહે તૈયાર કર્યું ઈલેક્ટ્રિક ચેતક, આટલી છે કિંમત અને રેન્જ


શું જમાનો આવી ગયો..? હવે આ રીતે Hackers તમને કરી દેશે કંગાળ અને પોતે થશે માલામાલ


ભારતમાં ટ્રેનની શરૂઆત અંગ્રેજોએ કરી હતી. ભારતીય રેલવેનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે અને તેની સાથે કેટલીક રસપ્રદ વાતો જોડાયેલી છે. તમે પણ ટ્રેનમાં મુસાફરી તો કરી હશે પરંતુ તમે કેટલીક બાબતોને નોટિસ નહીં કરી હોય. જેમકે રાત્રે ટ્રેન દિવસની સરખામણીમાં વધારે ઝડપથી ચાલે છે. તેની પાછળ એક ખાસ કારણ છે. 


મુખ્ય કારણ એ છે કે રાતના સમયે ટ્રેક ઉપર કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ કામ થતું નથી. સાથે જ કોઈપણ વ્યક્તિ કે પ્રાણીની અવરજવર પણ ઓછી હોય છે. તેથી જ સામાન્ય રીતે ટ્રેન રાતના સમયે વધારે સ્પીડથી ચાલે છે. રાતના અંધારામાં ટ્રેનને અન્ય એક ફાયદો એ પણ થાય છે કે લોકો પાયલોટને દૂરથી જ સિગ્નલ દેખાઈ જાય છે. તેથી તે આરામથી જાણી જાય છે કે ટ્રેનને બ્રેક મારવી છે કે નહીં. સિગ્નલ ને જોવા માટે તેને ટ્રેનની સ્પીડ ઘટાડવી પડતી નથી તેથી એવું લાગે છે કે રાત્રે ટ્રેન વધારે ઝડપથી ચાલે છે.