WhatsApp Status: વોટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર યૂઝર્સના એક્સપીરિયન્સને શાનદાર બનાવવા માટે નવા-નવા ફીચર્સ જોડતું જ રહે છે. એપ્લિકેશને હાલમાં જ પોલ, ઓનલાઈન સ્ટેટસ હાઈડ, ડીપી હાઈડ, કમ્યુનિટી સહિત અનેક નવા ફીચર્સ જોડ્યા છે. હવે એપ્લિકેશન પસંદગીના એન્ડ્રોઈડ બીટા યૂઝર્સ માટે નવું ફીચર રોલઆઉટ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે નવું ફીચર:
આ ફીચર વોટ્સએપ સ્ટેટસ એક્સપીરિયન્સને પહેલાથી શાનદાર બની શકે છે. જે યૂઝર્સને નવું અપડેટ મળશે, તે વોટ્સએપ સ્ટેટસમાં વોઈસ નોટ અપડેટ કરી શકશે. એટલે યૂઝર્સને વોટ્સએપ સ્ટેટસમાં વીડિયોની જેમ ઓડિયો પણ મૂકી શકશે. વોટ્સએપ પર જ્યારે તમે સ્ટેટસ અપડેટ કરશો તો તમને વોઈસ નોટનો એક ઓપ્શન મળશે. યૂઝર્સ ફોટો, ટેક્સ્ટ, વીડિયોની જેમ નવા ઓપ્શનને પણ યૂઝ કરી શકશે. 


આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેગેં હમ દોનો...! સ્કૂટી પર યુવક-યુવતીનો રોમાન્સ, જુઓ વીડિયો
આ પણ વાંચો: Shubman Gill: શુભમન ગિલને આ બે સુંદરીઓ સાથે છે અફેર, એક છે મોટા અભિનેતાની પુત્રી


કયા યૂઝર્સને મળશે નવું ફીચર:
WABetaInfoએ આ ફીચરને સ્પોટ કર્યુ છે. રિપોર્ટનું માનીએ તો બીટા વર્ઝન 2.23.2.8 પર યૂઝર્સને આ ફીચર મળી રહ્યું છે. યૂઝર્સને આ ઓપ્શન ટેક્સ્ટ સ્ટેટસ સેક્શનમાં જ મળશે. તેના પર તમે માત્ર 30 સેકંડ સુધીની વોઈસ નોટ મૂકી શકો છો. સ્ટેટસ મૂકતાં કોઈ રેકોર્ડિંગને પોસ્ટ કરતાં પહેલાં તમને ડિસ્કાર્ડનો એક ઓપ્શન મળશે. બીજા વોટ્સએપ ફીયર્સની જેમ જ વોઈસ નોટનું ફીચર પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનની સાથે આવે છે. તેની સાથે તમને પ્રાઈવસીનું પણ ઓપ્શન મળશે. તેની મદદથી તમે નક્કી કરી શકશો કે કોણ તમારું સ્ટેટસ જોઈ શકે છે અને કોણ નહીં. બીજા વોટ્સએપની જેમ જ આ સ્ટેટસ પણ 24 કલાકમાં ડિસએપીયર થઈ જશે.


આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા


ક્યાં સુધી આવશે સ્ટેબલ વર્ઝન પર અપડેટ:
એપ આગામી કેટલાંક સમયમાં આ ફીચરને બીજા યૂઝર્સ માટે રોલ આઉટ કરી શકે છે. જોકે તેને સ્ટેબલ વર્ઝન પર ક્યાં સુધી જોડાશે તેની જાણકારી મળી શકી નથી. ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ બીજા ફીચર્સને પણ ટેસ્ટ કરી રહ્યા છે. વોટ્સએપ યૂઝર્સને ટૂંક સમયમાં નોટિફિકેશનમાં કોઈને બ્લોક કરવાનો શોર્ટકટ મળી શકે છે. તેને હાલમાં જ સ્પોટ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો: અલ્યા..આ કોની સાથે બેડ શેર કરતી જોવા મળી Urfi, ફોટો જોઇ લોકોના ઉડી ગયા હોશ
આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો:  માન્યામાં નહીં આવે પણ સાચું છે,  પ્રોટિનની પાવરબેંક છે કોકરોચનું દૂધ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube