આ આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ Photo Editor Apps મચાવી રહી છે ધૂમ, સામાન્ય ફોટોને બનાવે છે Extraordinary
AI App: સામાન્ય રીતે જો તમને ફોટો એડિટિંગ ન આવડતું હોય તો ફોટો તમે બરાબર રીતે એડિટ કરી શકતા નથી પરંતુ આ એપ્લિકેશન પ્રો લેવલનું એડિટિંગ સરળતાથી કરી આપે છે. આજે તમને આવી જ એપ્લિકેશન્સ વિશે જણાવીએ જેની મદદથી તમે સામાન્ય ફોટાને પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી શકો છો.
AI App: AI ટુલ્સ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે. તેનું સૌથી મુખ્ય કારણ છે કે આ ટુલ્સ નિર્ણય લેવાની ગજબની ક્ષમતા ધરાવે છે. તેવામાં હવે ફોટો એડિટિંગ માટે પણ AI એપ્સ ધમાલ મચાવી રહી છે. ફોટો એડીટીંગ કરવા માટે આ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવી છે. આ એપ્લિકેશન એટલી જોરદાર છે કે તમે ફોટો એડીટીંગ નહીં શીખ્યું હોય તો પણ ફોટોને સારી રીતે એડિટ કરી શકશો. સામાન્ય રીતે જો તમને ફોટો એડિટિંગ ન આવડતું હોય તો ફોટો તમે બરાબર રીતે એડિટ કરી શકતા નથી પરંતુ આ એપ્લિકેશન પ્રો લેવલનું એડિટિંગ સરળતાથી કરી આપે છે. આજે તમને આવી જ એપ્લિકેશન્સ વિશે જણાવીએ જેની મદદથી તમે સામાન્ય ફોટાને પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવી શકો છો અને તે પણ એક ક્લિકની મદદથી.
આ પણ વાંચો:
આ તારીખે ભારતમાં લોન્ચ થશે Lava Agni 2, ઓછા ખર્ચમાં કરો પ્રીમિયમ ફોનનો અનુભવ
Elon Musk ની વધુ એક જાહેરાત, હવે Twitter પર મળશે વોઈસ અને વીડિયો કોલિંગની સુવિધા
Manual Car : કારના માલિકની આ 4 ભૂલ પડે છે લાખોમાં, ચલાવતી વખતે રાખો આ વાતનું ધ્યાન
Pixelup
આ એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી પાંચ મિલિયનથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ એપની મદદથી ફોટોને એન્હાન્સ કરી શકાય છે, અવતાર ક્રિએટ કરી શકાય છે, ફોટોને કલરાઈઝ કરી શકાય છે. ઉપરાંત તેમાં એનિમેશનનું ઓપ્શન પણ આપવામાં આવ્યું છે જેનો ઉપયોગ કરીને તમે સામાન્ય ફોટાને પણ દમદાર બનાવી શકો છો.
Picsart
આ આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ એપ દ્વારા યુઝર પોતાની ફોટોને જોરદાર રીતે એડિટ કરી શકે છે. આ એપ્લિકેશનની મદદથી નબળી ક્વોલિટીના ફોટાની ક્વોલિટી પણ સુધારી શકાય છે સાથે જ ફોટોમાં કાર્ટૂન પણ બનાવી શકાય છે અને તેમાં વિડીયો બનાવવાનું ઓપ્શન પણ મળે છે. આ એપ્લિકેશનની મદદથી તમે તમારી એડીટીંગની ક્રિએટિવિટી દેખાડી શકો છો.