125 CC Best 5 Scooter: ફૂલ પૈસા વસૂલ છે આ 5 સ્કૂટર, સ્ટાઇલિશ અને 60Kmpl માઇલેજ
Best mileage 125cc scooter in india: જો તમે પણ તમારી પત્નીને સારું સ્કૂટર ગિફ્ટ કરવાનું વિચારી રહ્યા છો, પરંતુ કયું સ્કૂટર ખરીદવું તે અંગે મૂંઝવણમાં છો, તો આ સમાચાર તમારા માટે છે. અહીં દર્શાવેલ પાંચેય સ્કૂટર્સ તેમના ફીચર્સ, પર્ફોર્મન્સ અને માઈલેજ પ્રમાણે શ્રેષ્ઠ છે. તમે વધારે વિચાર્યા વિના આમાંથી કોઈપણ 125cc સ્કૂટર ખરીદી શકો છો.
Best Scooter For Wife: બાઇક કરતાં સ્કૂટર ચલાવવું સરળ છે. ખાસ કરીને જ્યારે મહિલાઓની વાત આવે છે, તો તેમના માટે સ્કૂટર સૌથી આરામદાયક છે. જો તમે પણ તમારી પત્નીને સારું સ્કૂટર ગિફ્ટ કરવાનું વિચારી રહ્યા છો, પરંતુ કયું સ્કૂટર ખરીદવું તે અંગે મૂંઝવણમાં છો, તો આ સમાચાર તમારા માટે છે. અહીં દર્શાવેલ પાંચેય સ્કૂટર્સ તેમના ફીચર્સ, પર્ફોર્મન્સ અને માઈલેજ પ્રમાણે શ્રેષ્ઠ છે. તમે વધારે વિચાર્યા વિના આમાંથી કોઈપણ 125cc સ્કૂટર ખરીદી શકો છો.
ATM Card પર ફ્રીમાં મળે છે 3 કરોડ સુધીનો વિમો, આ રીતે ઉઠાવો ફાયદો
આ 5 રાશિના જાતકો પાસે ટકતા નથી રૂપિયા, લોકો કહે છે તારો તો હાથ કાણો છે!
Honda Activa 125:
આ લિસ્ટમાં સૌથી પહેલાં 125ccનું સ્કૂટર Honda Activa 125 છે. તેની કિંમત 79,806 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. Activa 125માં 124cc BS6 એન્જિન છે જે 8.30 PS પાવર અને 10.4 Nm ટોર્ક જનરેટ કરે છે. તેના આગળના ભાગમાં ડિસ્ક બ્રેકનો વિકલ્પ પણ છે. Honda Activa 125 નું વજન 109 kg છે અને તે 5.3 લીટરની ફ્યુઅલ ટાંકી સાથે આવે છે. આમાં તમને સ્માર્ટ કી, સાયલન્ટ સ્ટાર્ટ અને ડિજિટલ મીટર પણ મળે છે. Activa 125 55-60 kmpl ની માઇલેજ મેળવે છે.
દવામાં ઉપયોગમાં લેવાતા આ ફૂલની ખેતી બનાવી દેશે કરોડપતિ, કંપનીઓમાં છે બંપર ડિમાન્ડ
આ છે ગત વર્ષની બેસ્ટ સેલિંગ ટોપ-5 કાર, 4 મારૂતિ અને 1 આ કંપનીનું મોડલ
Suzuki Access 125:
Suzuki Access 125 એ 125cc સેગમેન્ટમાં સૌથી વધુ વેચાતું સ્કૂટર પણ છે. તેની કિંમત 79,899 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તેના ટોપ મોડલમાં એલોય વ્હીલ્સ સાથે ડિસ્ક બ્રેક અને સંપૂર્ણ ડિજિટલ કન્સોલ છે. Access 125માં 124c એન્જિન છે જે 8.7 PS પાવર અને 10 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. એક્સેસનું વજન 103 કિગ્રા છે અને તે 5 લિટરની ફ્યુઅલ ટાંકી સાથે આવે છે. સંપૂર્ણ કદની હેલ્મેટ રાખવા માટે તેમાં અન્ડર સીટ સ્ટોરેજ છે. એક્સેસ 125 પણ 55-60 કિમીની વાસ્તવિક કન્ડિશન માઇલેજ મેળવે છે.
ફેબ્રુઆરીમાં ક્યારે શરૂ થશે પંચક? કેમ કહેવાય છે અશુભ, જાણો 5 દિવસ સુધી શું ન કરવું
ફેબ્રુઆરીમાં 16 દિવસનો શુભ સંયોગ, 8 સર્વાર્થ સિદ્ધિઓ, 1 ગુરુ પુષ્ય યોગ
TVS Jupiter 125:
TVS Jupiter 125 ને તેના પ્રેક્ટિકલ ફીચર્સને કારણે લોકો પસંદ કરી રહ્યા છે. તેની કિંમત 86,405 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. ઝુપિટરમાં સામે એક્સટર્નલ ફ્યૂલ ફિલિંગ કેપ મળે છે જે તમે સીટ પર બેસીને ખોલી શકો છો. આ ઉપરાંત, તે 33 લિટરની મોટી અન્ડરસીટ સ્ટોરેજ સ્પેસ અને 2 લિટર ફ્રન્ટ સ્ટોરેજ સ્પેસ મળે છે. ટ્યુબલેસ ટાયર સ્કૂટરના તમામ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે, જ્યારે ટોપ વેરિઅન્ટમાં ડિસ્ક બ્રેક્સ અને ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ સાથે એલોય વ્હીલ્સ છે.
દાદીમાનો આ નુસખો ચપટીમાં દૂર કરી દેશે ગેસ,અપચો અને એસીડિટીની સમસ્યા, બીજા 3 છે ફાયદા
લકી લોકોના હાથમાં હોય છે આ રેખા, સત્યને માર્ગે ચાલનાર અને સમાજમાં હોય છે પ્રતિષ્ઠા
Yamaha Fascino 125:
Yamaha Fascino 125 તેના સેગમેન્ટમાં સૌથી સ્ટાઇલિશ દેખાતું સ્કૂટર છે. હાઇબ્રિડ એન્જિન સાથે આવતા આ સ્કૂટરની કિંમત 79,600 રૂપિયા (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. જો માઈલેજની વાત કરીએ તો અસલ કંડીશનમાં આ સ્કૂટર 60-65 કિલોમીટર પ્રતિ લીટરની માઈલેજ આપી શકે છે. Fascino 125નું 125cc હાઇબ્રિડ એન્જિન 8.2 PSનો પાવર અને 10.3 Nmનો ટોર્ક જનરેટ કરે છે. તેનું વજન માત્ર 99 કિલો છે જે સેગમેન્ટમાં સૌથી ઓછું છે. આ સિવાય સ્કૂટરમાં 5.2 લિટરની ફ્યૂલ ટેન્ક અને ટોપ વેરિએન્ટમાં સંપૂર્ણ ડિજિટલ કન્સોલ અને ડિસ્ક બ્રેક પણ છે.
ઉભા ઉભા પાણી પીતા હોય તો સાવધાન, બની શકો છો આ જીવલેણ રોગોનો શિકાર
આ 5 સંકેત દેખાય તો તાત્કાલિક દવાખાને પહોંચી જજો, મોડું કર્યું તો હાર્ટ થઇ જશે ફેલ
Hero Destini Prime:
Hero Destiny Prime એ 125cc સેગમેન્ટમાં શક્તિશાળી સ્કૂટર છે. તેનું એન્જિન મહત્તમ 9.1 PS પાવર અને 10.4 Nm ટોર્ક જનરેટ કરે છે. સ્કૂટરનું વજન 114 કિલો છે. બેઝ વેરિઅન્ટમાં સ્ટીલ વ્હીલ્સ સાથે ડ્રમનો વિકલ્પ છે અને ટોપ વેરિઅન્ટમાં એલોય વ્હીલ્સ સાથે ડિસ્ક બ્રેકનો વિકલ્પ છે. આ સ્કૂટર સરળતાથી 50-55 kmplની માઈલેજ આપે છે. Hero Destiny Prime એ 125cc સેગમેન્ટમાં સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર છે જેની કિંમત રૂ. 71,499 (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે.