ATM Card પર ફ્રીમાં મળે છે 3 કરોડ સુધીનો વિમો, આ રીતે ઉઠાવો ફાયદો

Debit Card Insurance: મોટાભાગના લોકો એટીએમમાંથી પૈસા ઉપાડવા અથવા ટ્રાન્ઝેક્શન કરવા માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. શું તમે જાણો છો કે તમારું ડેબિટ કાર્ડ તમને ફ્રી ઈન્સ્યોરન્સ કવર પણ આપે છે.
 

ATM Card પર ફ્રીમાં મળે છે 3 કરોડ સુધીનો વિમો, આ રીતે ઉઠાવો ફાયદો

ATM card Insurance: આજકાલ મોટાભાગના લોકો વીમા પોલિસીમાં રોકાણ કરે છે. વીમો તમને સુરક્ષા કવચ આપે છે જે કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં નાણાકીય સહાય પૂરી પાડે છે. જો કે, તમને સામાન્ય રીતે કોઈપણ વીમા પૉલિસીનો લાભ ત્યારે જ મળે છે જ્યારે તમે તેનું પ્રીમિયમ ચૂકવો છો. પરંતુ શું તમે જાણો છો કે ઈન્શ્યોરન્સ ફ્રીમાં પણ મળી શકે છે. આ સાચું છે. ખરેખર, તમારું ડેબિટ કાર્ડ (Debit Card) તમને મફત વીમા કવર પણ પ્રદાન કરે છે.

કેટલાક ડેબિટ કાર્ડ રૂ. 3 કરોડ સુધીનું મફત અકસ્માત વીમા કવરેજ ઓફર કરે છે. આ વીમા કવરેજ વિના મૂલ્યે આપવામાં આવે છે અને ડેબિટ કાર્ડ ધારક પાસેથી ન તો કોઈ પ્રીમિયમ લેવામાં આવે છે અને ન તો બેંકો દ્વારા કોઈ વધારાના દસ્તાવેજની માંગ કરવામાં આવે છે.

ચોક્કસ સમયગાળામાં ડેબિટ કાર્ડ દ્વારા વ્યવહારો કરવા પડશે.
ડેબિટ કાર્ડ્સ પર મફત અકસ્માત વીમા કવરેજ માટે અમુક નિયમો અને શરતો છે. આમાંની સૌથી મહત્વની બાબત એ છે કે કાર્ડધારકે ચોક્કસ સમયગાળામાં તે ડેબિટ કાર્ડ દ્વારા ચોક્કસ વ્યવહારો કરવા પડશે.

એલિઝિબલ ટ્રાંજેક્શન કરવા માટેના માપદંડો દરેક બેંકોમાં અલગ-અલગ
મફત એક્સીડેન્ટલ કવરેજ માટે ક્વોલિફાઇ કરવા માટે એલિજિબલ ટ્રાંજેક્શન કરવા માટેના માપદંડો વિવિધ બેંકોમાં અલગ-અલગ હોય છે. ઉદાહરણ તરીકે, એચડીએફસી બેંક મિલેનિયા ક્રેડિટ કાર્ડ (HDFC Bank Millennia Credit Card) ઘરેલુ મુસાફરી માટે રૂ. 5 લાખ અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી માટે રૂ. 1 કરોડનું મફત વીમા કવરેજ આપે છે.

આ કાર્ડ પર વીમા પોલિસીને સક્રિય કરવા માટે કાર્ડ ધારકે 30 દિવસમાં ઓછામાં ઓછું એક ટ્રાન્ઝેક્શન કરવું પડશે. કોટક મહિન્દ્રા બેંકે ક્લાસિક ડેબિટ કાર્ડ ધારકોને મફત વીમા કવરેજ માટે પાત્ર બનવા માટે છેલ્લા 30 દિવસમાં ઓછામાં ઓછા રૂ. 500 ના ઓછામાં ઓછા 2 વ્યવહારો પૂર્ણ કરવા આવશ્યક છે. તેવી જ રીતે, ડીબીએસ બેંક ઈન્ડિયા ઈન્ફિનિટી ડેબિટ કાર્ડધારકોએ વીમા કવરેજને સક્રિય કરવા માટે છેલ્લા 90 દિવસમાં એક વ્યવહાર કરવો પડશે.

ઇંશ્યોરેન્સ કવરેજ માટે કયા ટ્રાંજેક્શન હશે માન્ય?
ડીબીએસ બેંકના કન્ઝ્યુમર બેંકિંગ ગ્રુપના એમડી અને હેડ પ્રશાંત જોશીએ ETNow ને જણાવ્યું હતું કે UPI વ્યવહારો સામાન્ય રીતે વીમા કવરેજ માટે પાત્ર નથી. જો કે, પોઈન્ટ ઓફ સેલ (POS) વ્યવહારો અથવા ઈ-કોમર્સ ઓનલાઈન વ્યવહારો વીમા કવરેજ માટે પાત્ર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news