એકદમ ઓછી કિંમતમાં મેળવો 150Mbpsની ઇન્ટરનેટ સ્પીડ, જાણો બીજા શું છે ફાયદા
ઇન્ટરનેટનો ઉપયોગ દેશમાં સતત વધી રહી છે. એવામાં તમામ મોટી કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષી રહી છે. પરંતુ કેટલીક એવી ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપનીઓ પણ છે જે વ્યાજબી ભાવમાં તમને સુપર ફાસ્ટ સ્પીડ પુરી પાડે છે.
નવી દિલ્હી: ઇન્ટરનેટનો ઉપયોગ દેશમાં સતત વધી રહી છે. એવામાં તમામ મોટી કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષી રહી છે. પરંતુ કેટલીક એવી ઇન્ટરનેટ પ્રોવાઇડર કંપનીઓ પણ છે જે વ્યાજબી ભાવમાં તમને સુપર ફાસ્ટ સ્પીડ પુરી પાડે છે. તેમાંની એક કંપનીએ પોતાના ગ્રાહકોને એકદમ ઓછા માસિક ભાડે 150Mbpsની સ્પીડ આપવાની જાહેરાત કરી છે.
ટેક સાઇટ TelecomTalkના અનુસાર બ્રોડબેંડ ઇન્ટરનેટ પ્રોવાઇડર Excell માત્ર 1199 રૂપિયામાં 150 Mbpsની સ્પીડવાળો પ્લાન ઓફર કરી રહી છે. એક્સેલએ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા માટે પોતાના બ્રોડબેંડ પ્લાન રિવાઇઝ્ડ કર્યા છે. આ પહેલાં એક્સેલના 1999 રૂપિયાના પ્લાન પર 100 Mbpsની સ્પીડ સાથે યૂઝર્સને 1.2 ટીબી ડેટા મળતો હતો.
જાણો બીજા પ્લાન્સની સ્પીડ
એક્સેલએ પોતાના બ્રોડબેંડ પ્લાન્સને રિવાઇઝ્ડ કરી યૂઝર્સ માટે ખૂબ સરળ કરી દીધા છે, જ્યાં તે 40 ટકાથી ઓછા પૈસા આપીને હાઇ સ્પીડ ઇન્ટરનેટની મજા લઇ શકે છે. એક્સેલએ પોતાના બેસિક પ્લાનની સાથે બીજા ઘણા મંથલી અથવા અન્ય બ્રોડબેંડ પ્લાન રિવાઇઝ્ડ કર્યા છે. હવે એક્સેલના 499 રૂપિયાના બેસિક બ્રોડબેંડ પ્લાન યૂઝરને દર મહિને 60 Mbps સ્પીડ સાથે 400GB ડેટા મળશે.
ઓછા ભાવમાં એક્સેલની સારી ઓફર્સ
એક્સેલના 599 રૂપિયાના બ્રોડબેંડ પ્લાન પર યૂઝર્સને 60 Mbps ની સ્પીડ સાથે 800GB ડેટા મળશે. યૂઝરને 699 રૂપિયા મંથલીવાળા બ્રોડબેંડ પ્લાન 50 Mbpsની સાથે 400GB ડેટા મળે છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube