Wifi ને આ ડાયરેક્શનમાં રાખવાથી મળે છે અધધ સ્પીડ, ફટાફટ ડાઉનલોડ Video અને ઓફિસના કામ
જો વાત કરીએ ઇન્ટરનેટ સ્પીડ વધારવાની તો વાઇફાઇની પોઝીશન બદલીને તમે તેની સ્પીડ વધારી શકે છે. તમે તેના વિશે કદાચ જાણતા નહી હોવ પરંતુ પોઝીશન બદલવાની ઘણી મોટી અસર પડે છે. અને તેનાથી ઇન્ટરનેટ કનેક્શનની સ્પીડ ખૂબ વધી શકે છે.
Wifi Router Position: ભારતમાં હવે મોટાભાગના લોકો પોતાના ઘરમાં વાઇફાઇ રાઉટરનો ઉપયોગ કરે છે. તેનાથી આખુ ઘર એક જ કનેક્શનથી ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડની મજા માણી શકો છો. લોકડાઉન દરમિયાન તેને લગાવવાનો દૌર વધુ તેજ થયો કારણ કે મોટાભાગના લોકો પોતાના ઘરમાંથી જ કામ કરી રહ્યા હતા. એવામાં તેની ડિમાન્ડ પણ વધી અને તેમાં ઘણા પ્રકારની સમસ્યાઓ પણ આવવાની શરૂ થઇ ગઇ. જોકે હવે મોટાભાગના કનેક્શન વાઇફાઇ રાઉટર સાથે જોડાઇ જાય છે તો વાઇફાઇની સ્પીડ ઓછી થઇ જાય છે. તેની પાછળ આમ તો ઘણા કારણ છે પરંતુ આજે અમે તમને એવી રીત જણાવીશું. જેનાથી આ સમસ્યાને દૂર કરી શકાશે. જો તમે ઇચ્છો છો કે તમારા રાઉટરની સ્પીડ બમણી થઇ જાય તો આજે અમે તમને સારી રીત જણાવવા જઇ રહ્યા છીએ, જે હકિકતમાં ખૂબ કામ લાગશે અને તેનો ઉપયોગ કરીને વાઇફાઇની સ્પીડ વધી શકે છે.
પોજિશન બદલીને વધારી શકો છો વાઇફાઇની સ્પીડ
જો વાત કરીએ ઇન્ટરનેટ સ્પીડ વધારવાની તો વાઇફાઇની પોઝીશન બદલીને તમે તેની સ્પીડ વધારી શકે છે. તમે તેના વિશે કદાચ જાણતા નહી હોવ પરંતુ પોઝીશન બદલવાની ઘણી મોટી અસર પડે છે. અને તેનાથી ઇન્ટરનેટ કનેક્શનની સ્પીડ ખૂબ વધી શકે છે. એક એવી પોજિશન છે જ્યાં જો તમને વાઇફાઇને લગાવી દેવામાં આવે તો આખા ઘરમાં ઇન્ટરનેટની કનેક્ટિવિટી ખૂબ વધી જશે. આજે અમે તમ્ને આ પોજિશન વિશે બતાવવા જઇ રહ્યા છીએ જે તમને ખૂબ કામ લાગી શકે છે.
ખુલ્લા એરિયામાં લગાવો વાઇફાઇનું રાઉટર
જો તમે વાઇફાઇનું રાઉટ ખુલ્લા એરિયામાં જેમ કે હોલ અથવા બાલ્કનીમાં લગાવો છો તો તમને કનેક્શનની સ્પીડને બમણી કરી શકો છો, કારણ કે એવા એરિયાથી રૂમના દરેક ખૂણામાં ઇન્ટરનેટની સ્પીડ સારી થઇ જાય છે અને પછી તમને આ વિચારવાની જરૂર નહી પડે કે કયા ખૂણામાં ઇન્ટરનેટ સારી ક્વોલિટી ઓફર કરશે. ખુલ્લા એરિયામાં જ તમારે રાઉટર લગાવવું જોઇએ અને પછી તમે તેની સારી સ્પીડની મજા લઇ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube