PM મોદીની એક અપીલ... દુનિયાની મોટી મોટી કંપનીઓ હચમચી ગઈ, જાણો શું છે મામલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમથા કઈ દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓમાં નથી ગણાતા. મોદીની દરેક અપીલને ભારતમાં લોકો માથે ચઢાવે છે. તેની એક મિસાલ આજે પણ જોવા મળી. લોકડાઉન દરમિયાન પીએમ મોદીને એક અપીલથી દુનિયાની તમામ ઈન્ટરનેટ કંપનીઓ હચમચી ગઈ છે. આરોગ્ય સેતુએ દુનિયાની મોટી મોટી કંપનીઓ, ગૂગલ, ફેસબુક, ટિકટોક, અને વ્હોટ્સએપને પાછળ છોડી છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમથા કઈ દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓમાં નથી ગણાતા. મોદીની દરેક અપીલને ભારતમાં લોકો માથે ચઢાવે છે. તેની એક મિસાલ આજે પણ જોવા મળી. લોકડાઉન દરમિયાન પીએમ મોદીને એક અપીલથી દુનિયાની તમામ ઈન્ટરનેટ કંપનીઓ હચમચી ગઈ છે. આરોગ્ય સેતુએ દુનિયાની મોટી મોટી કંપનીઓ, ગૂગલ, ફેસબુક, ટિકટોક, અને વ્હોટ્સએપને પાછળ છોડી છે.
આરોગ્ય સેતુ બની ગૂગલ પર નંબર વન એપ
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ નાગરિકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની અપીલ કરી જે દુનિયાની મોટી મોટી ઈન્ટરનેટ કંપનીઓ માટે ઝાટકો સાબિત થયો. મંગળવારથી જ ગૂગલ પ્લે સ્ટોર પર આરોગ્ય એપ નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે. ઝૂમ ઉપરાંત ફેસબુક, વ્હોટ્સએપ, અને ઈન્સ્ટાગ્રામ જેવી એપને માઠી અસર પડી છે.
આટલી ઝટપથી નંબર વન એપ બની તે પણ એક રેકોર્ડ
મોબાઈલ એપ્સ પર કામ કરતી સંસ્થા App Annie ના એક અધિકારીના જણાવ્યાં મુજબ માત્ર 15 દિવસની અંદર આરોગ્ય સેતુ નંબર વન એપ બની ગઈ તે ઈન્ટરનેટના ઈતિહાસમાં એક રેકોર્ડ છે. એક એપ્રિલના રોજ લોન્ચ થયેલી આ એપને અત્યાર સુધીમાં કરોડો લોકોએ ડાઉનલોડ કરી છે. ભારતના 82 ટકા યૂઝર્સે તેને 5 સ્ટાર રેટિંગ આપ્યા છે. જેના કારણે અમેરિકા અને ચીનની તમામ ઈન્ટરનેટ કંપનીઓની કમાણીને અસર પડી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube