નવી દિલ્હી: ચીન  (China)થી આવેલા કોરોના વાયરસ (Coronavirus) ને ભલે આખી દુનિયા કોસી રહી છે. પરંતુ ચીની એપ ટિકટોક (TikTok) ને ખૂબ પસંદ કરવામાં આવે છે. મીમ, સંગીત, ડાન્સ, મેકઅપ ટ્યૂટોરિયલ અને ન જાણે શું-શું છે અહીં. ટિકટોક ભલે એક એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ સમજવામાં આવતું હોય છે, પરંતુ એવું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટિકટોક, ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીનો પ્રોપોગેંડા ટૂલ છે. ટિકટોકએ પોતાના મોડરેટર્સને ચીની સરકાર વિરૂદ્ધ કન્ટેન્ટને સેન્સર કરવા માટે કહ્યું છે. ઉદાહરણ તરીકે, જેમાં દલાઇ લામા અથવા તિબ્બત વિશે વાત કરવામાં આવી હોય. 


આ ઇમેલ કથિત રીતે ભારતમાં ટિકટોકની ટીમને મોકલવામાં આવ્યો હતો. નિશાના પર ભારતીય કંટેન્ટ હતો, જોકે અમે આ ઇમેલની પ્રમાણિકતાને સત્યાપિત કરતા નથી. ટિકટોક એપ બાઇટડાન્સ નામની ચીની ટેક કંપનીનું છે. જેનું મુખ્યાલય બીજિંગમાં છે. 


2018માં વાઇટડાન્સના સંસ્થાપક ઝાંગ યિમિંગએ ચીની સરકારને એક વાયદો કર્યો હતો. ઝાંગે કહ્યું હતું કે - દેશની સત્તાવાર મીડિયા સાથે સહયોગને વધુ ગાઢ કરતાં સત્તાવાર મીડિયા સામગ્રીને ફેલાવવામાં આવી રહી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube