TikTok પર વીડિયો બનાવતી વખતે ભૂલથી પણ ન કરે આ ભૂલ, થઇ શકે છે કાર્યવાહી
TikTok યૂઝર્સ માટે એકદમ મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે ટિકટોક પર વીડિયો બનાવો છો તો તમારે કેટલીક વાતોનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. નહી તો તમારે લેવાના દેવા પડી જશે.
નવી દિલ્હી: TikTok યૂઝર્સ માટે એકદમ મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમે ટિકટોક પર વીડિયો બનાવો છો તો તમારે કેટલીક વાતોનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. નહી તો તમારે લેવાના દેવા પડી જશે. જો તમે ટિકટોક (TikTok)ની વાતો ન માની તો પછી તમારા પર ફક્ત કાનૂની કાર્યવાહી થઇ શકે છે પરંતુ એકાઉન્ટ પણ સસ્પેંડ થવાનો ખતરો રહેશે. જોકે ઘણા ખતરનાક વીડિયોની ફરિયાદ સામે આવ્યા બાદ કંપનીએ એક ગાઇડલાઇન્સ જાહેર કરી યૂઝર્સને નિયમો-કાયદા પ્રત્યે સાવધાન કર્યા છે.
TikTok એન્ટરટેનમેન્ટ પ્લેટફોર્મ નહી પરંતુ ચીની પ્રચાર કંપની છે? આ ઇ-મેલથી થયો ખુલાસો
TikTok એ પોતાના યૂઝર્સને એ પણ કહ્યું કે હવે વીડિયો બનાવતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે અને કેટલીક ભૂલો બિલકુલ પણ ન કરવી. તાજેતરમાં ક્રાઇમને પ્રોત્સાહન આપનાર વીડિયો બનાવનાર ઘણા યૂઝર્સના એકાઉન્ટ પર ટિકટોક (TikTok) એક્શન લઇ ચૂક્યું છે. એવામાં એકાઉન્ટ હોલ્ડર્સની વિરૂદ્ધ પોલીસ સુધી પણ ફરિયાદ પહોંચી છે.
એવું શું છે આ 75 હજાર રૂપિયાના નવા Motorola Edge+ ફોનમાં? અહીં જાણો ખૂબીઓ
વીડિયો બનાવતી વખતે આ વાતોનું જરૂર ધ્યાન રાખો
TikTok તરફથી જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન અનુસાર, કંપની કોઇપણ પ્રકારની ગેરકાનૂની અને ખતરનાક એક્ટિવિટી, શારિરીક હિંસા અથવા શારિરીક ત્રાસને પ્રોત્સાહન આપવું, કોઇપણ સમુદાયને નીચે બતાવવું અથવા તેનું અપમાન કરવું સ્વિકાર કરવામાં નહી આવે. આ સાથે જ બીજા અથવા બીજા અથવા પોતાના જીવ સાથે ખિલવાડ કરવો, લિંગ ભેદ અથવા કોઇપણ વ્યક્તિગત જાણકારીને શેર કરવી પણ દંડનીય રહેશે. આમ કરનાર યૂઝર્સ વિરૂદ્ધ કંપની દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
કંપનીએ ટિકટોક યૂઝર્સને કહ્યું છે કે તે તમામ ક્રિએટિવિટી અને ખુશીઓ વહેચેં છે. આ સાથે જ બીજા યૂઝર્સને સુરક્ષિત માહોલ આપવાની અપીલ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર