માત્ર 3 રૂ.નો ખર્ચ કરીને કાયમ માટે છેતરપિંડીથી બચાવી લો તમારું બેંક એકાઉન્ટ `આ` રીતે
જો તમે ઇચ્છો તો સાયબર સિક્યુરિટીની મદદ લઈ શકો છો
નવી દિલ્હી : ટેકનોલોજીનો વ્યાપ વધતા જ સાઇબર રિસ્કમાં સતત વધારો થતો રહે છે અને આ કારણે જ સાઇબર સિક્યુરિટી જરૂરી બની ગઈ છે. જો તમે તમારા પૈસા સુરક્ષિત રાખવા માગતા હો તો ખાસ ઇન્શ્યોરન્સ પોલીસી લઈ શકો છો. એચડીએફસી અર્ગોએ એક સાઇબર ઇન્શ્યોરન્સ પોલીસી લોન્ચ કરી છે. આમાં 50,000 રૂ. જેટલો વીમો રોજ ત્રણ રૂ.નો ખર્ચ કરીને લઈ શકાય છે.
આ પોલીસી અનેક રીતે સાઇબર રિસ્કથી સુરક્ષા આપે છે. આમાં નકલી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન, ફીશિંગ અને ઇ-મેઇલ સ્પૂફિંગ, ઇ-એક્સટોર્શન તેમજ સાઇબર બુલિંગનો સમાવેશ થાય છે. એચડીએફસી અર્ગોની આ સાઇબર ઇન્શ્યોરન્સ પોલીસી સામાન્ય લોકો તેમજ એના પરિવારને સાઇબર ફ્રોડ, ડિજિટલ ધમકી કે સાઇબર એટેકથી બચાવે છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (NCRB)ના એક રિપોર્ટ પ્રમાણે 2016માં દેશમાં સાઇબર ક્રાઇમની ઘટનામાં 6.3 ટકાનો વધારો થયો છે. 2015માં દેશમાં સાઇબર ક્રાઇમના 11,592 મામલા નોંધાયા હતા જ્યારે 2016માં આવા મામલાઓની સંખ્યા વધીને 12,317 સુધી પહોંચી ગઈ હતી.