Top 10 Diesel Cars in Q2 2023: ભારતમાં ડીઝલ કાર અંગેના નિયમો વધુને વધુ કડક બની રહ્યા છે. એપ્રિલમાં BS6 ફેઝ 2 નિયમો અમલમાં આવ્યા ત્યારથી, ઘણી ડીઝલ કાર બંધ કરવામાં આવી છે. પરંતુ હજુ પણ બજારમાં ઘણા ડીઝલ વાહનો છે જેને ગ્રાહકો ખરીદી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2023 ના બીજા ક્વાર્ટરમાં લગભગ 1.80 લાખ ડીઝલ કાર વેચાઈ છે અને મહિન્દ્રા ટોપ પર છે. ડીઝલ કારના વેચાણમાં મહિન્દ્રાનો માર્કેટ શેર 46% છે. ડીઝલ કારની ડિમાન્ડ બતાવવા માટે, અમે તમારા માટે બીજા ક્વાર્ટરમાં સૌથી વધુ વેચાતી 10 ડીઝલ કારનું લિસ્ટ લઈને લાવ્યા છીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટોચની 10 ડીઝલ કાર વેચાણના ચાર્ટમાં મહિન્દ્રાની 5 કારનો સમાવેશ થાય છે. મહિન્દ્રા બોલેરો સૌથી વધુ વેચાતી ડીઝલ કાર છે. તેણે 25,910 યુનિટ વેચ્યા છે. જ્યારે બીજા સ્થાને મહિન્દ્રા સ્કોર્પિયો છે. સ્કોર્પિયોના 25,804 યુનિટ વેચાયા છે. બોલેરો અને સ્કોર્પિયોના વેચાણમાં બહુ મોટો તફાવત નથી.


તે પછી 18,628 યુનિટ સાથે હ્યુન્ડાઈ ક્રેટા ત્રીજા સ્થાને છે. ચોથા નંબરે ટોયોટા ઈનોવા ક્રિસ્ટા અને પાંચમા નંબરે મહિન્દ્રા XUV700 છે. આ પછી Mahindra Thar, Kia Seltos, Mahindra XUV300, Toyota Fortuner અને પછી Tata Harrier ને સ્થાન મળ્યું છે.


Q2 2023 માં ટોચની 10 ડીઝલ કાર
 Top 10 Diesel Cars Sales In Q2 2023 
1. મહિન્દ્રા બોલેરો - 25,910 યુનિટ્સ 
2. મહિન્દ્રા સ્કોર્પિયો - 25,804 યુનિટ્સ 
3. હ્યુન્ડાઈ ક્રેટા - 18,628 યુનિટ્સ 
4. ટોયોટા ઈનોવા ક્રિસ્ટા - 12,614 યુનિટ્સ 
5. મહિન્દ્રા XUV700 - 10,802 યુનિટ્સ 
6. મહિન્દ્રા થાર - 10,703 યુનિટ્સ 
7. કિયા સેલ્ટોસ - 8,828 યુનિટ્સ 
8. મહિન્દ્રા XUV300 - 8,606 યુનિટ્સ 
9. ટોયોટા ફોર્ચ્યુનર - 8,279 યુનિટ્સ 
10. ટાટા હેરિયર - 7,126 યુનિટ્સ 

આ પણ વાંચો:
દ્વારકામાં ધર્મયુદ્ધ છેડાયું : છઠ્ઠી ધજાના નિર્ણય પર બગડ્યા અબોટી બ્રાહ્મણો
ઓગસ્ટમાં બનશે ચતુર્ગ્રહી યોગ, 4 મોટા ગ્રહ આ 3 રાશિવાળાને કરાવશે છપ્પરફાડ ધનલાભ
સાચવજો..ગુજરાતમાં વધી રહ્યો છે આંખનો રોગ,સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ ઉભરાઈ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube