Top 10 Safest Car in India: દેશની સૌથી સુરક્ષિત 10 કાર, જાણો કોણે મારી બાજી, તમારે કઈ લેવી જોઈએ?
Top 10 Safest Car in India: હાલમાં જ ક્રેશ કાર ટેસ્ટ કરનારી રેટિંગ એજન્સી ગ્લોબલ NCAP એ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં સ્કોડાની Slavia અને Kushaq તથા Volkswagen ની Virtus અને Taigun ને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે.
Top 10 Safest Car in India: હાલમાં જ ક્રેશ કાર ટેસ્ટ કરનારી રેટિંગ એજન્સી ગ્લોબલ NCAP એ એક રિપોર્ટ બહાર પાડ્યો હતો જેમાં સ્કોડાની Slavia અને Kushaq તથા Volkswagen ની Virtus અને Taigun ને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ સ્ટાર રેટિંગ સેફ્ટી મુદ્દે મળ્યું છે. આ લિસ્ટમાં મહિન્દ્રાની સ્કોર્પિયો-ઈનને પણ સામેલ કરાઈ. આ ગાડીને 5સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. રેટિંગ એજન્સીનું માનીએ તો આ ગાડીઓ સૌથી વધુ સુરક્ષિત ગણવામાં આવી છે. જો નવા ફાઈનાન્શિયલ યરમાં તમે પણ ગાડી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અહીં ભારતની ટોપ 10 સુરક્ષિત ગાડીઓ વિશે જાણકારી મેળવી શકો છો. જેમાં ટાટાની 3 ગાડીઓ સામેલ છે.
Volkswagen Virtus
ટેસ્ટિંગ એજન્સી ગ્લોબલ NCAP એ આ ગાડીને પોતાના નવા પ્રોટોકોલ હેઠળ ટેસ્ટ કરી. આ ટેસ્ટમાં ગાડીને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે. ગાડીની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 11.47 લાખ રૂપિયા છે. ગાડીમાં 999CCનું એન્જિન આપવામાં આવ્યું છે. 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. કારમાં 1.0 લીટર કેપેસિટીવાળું એન્જિન છે.
Skoda Slavia
આ એક પ્રીમિયમ મિડ સાઈઝ સેડાન કાર છે. કંપનીએ કારમાં 1.0 લીટરનું એન્જિન આપ્યું છે. ફ્યૂલ ટાઈપ પેટ્રોલ અને આ 6 સ્પીડ મેન્યુઆલ સાથે આવે છે. કારની શરૂઆતની કિંમત 11.39 લાખ રૂપિયા છે. કંપનીને કાર ક્રેશ ટેસ્ટિંગમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. અને કંપનીએ આ કારમાં 6 એરબેગ્સ આપી છે.
Volkswagen Taigun
આ ગાડીને પણ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. કારમાં 1.0 લીટરનું TSI એન્જિન આપવામાં આવ્યું છે. કારમાં 999સીસીનું એન્જિન છે. એન્જિનમાં 3 સિલિન્ડર છે. 6 સ્પીડ મેન્યુઅલ, 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યા છે. આ કારની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 11.91 લાખ રૂપિયા નક્કી કરાઈ છે.
Skoda Kushaq
કંપનીની આ કારને પણ સૌથી સુરક્ષિત ગણવામાં આવી છે. તેને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. તેની શરૂઆતની કિંમત 11.59 લાખ રૂપિયા કહેવાય છે. તે 5 કલર વેરિએન્ટમાં મળે છે. કારમાં 999 સીસીનું એન્જિન છે. જે 5000-6000RPM પર 147.51BHP નો પાવર જનરેટ કરે છે. આ એક 5 સીટર કાર છે. ફ્યૂલ ટેંક કેપેસિટી 50 લીટરની છે.
Mahindra Scorpio-N
આ ગાડી મહિન્દ્રાની દમદાર એસયુવી છે. જે ખુબ લોકપ્રિય છે. આ ગાડીને પણ 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. કંપનીની આ ગાડીની શરૂઆત એક્સ-શોરૂમ કિંમત 13 લાખ રૂપિયા છે. આ એક 7 સીટર કાર છે. કારમાં મેન્યુઅલ ટ્રાન્સમીશન અપાયું છે.
Tata Punch
ટાટાની આ કાર ગ્લોબલ એનકેપના જૂના પ્રોટોકોલ હેઠળ 5 સ્ટાર સેફ્ટી રેટિંગવાળી યાદીમાં આવે છે. તેની શરૂઆતની કિંમત 5.99 લાખ રૂપિયા છે. કારમાં 1199 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે અને 3 સિલિન્ડર છે. આ કાર 6000 rpm પર 64.6 કિલોવોટનો પાવર જનરેટ કરે છે. કારમાં ઈકો અને સિટી બે ડ્રાઈવ મોડ છે.
Mahindra XUV300
મહિન્દ્રાની આ ગાડીને કંપનીના જૂના પ્રોટોકોલ હેઠળ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળેલું છે. આ કારની શરૂઆતની કિંમત 8.41 લાખ રૂપિયા છે. આ એક 5 સીટર કાર છે અને મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. કારમાં 1.5 લીટરનો ટર્બો ડીઝલ એન્જિન છે. આ ઉપરાંત 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન પણ છે.
Tata Altroz
કારની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 6.44 લાખ રૂપિયા છે. આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને વેરિએન્ટ્સમાં આવે છે. કારમાં 1199 સીસીનું એન્જિન આપવામાં આવ્યું છે. કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશન આપવામાં આવ્યું છે. ફ્રન્ટ ટાયરમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ બ્રેક્સ છે. 5 સીટરની કેપેસિટી છે અને 37 લીટરની ફ્યૂલ કેપેસિટી છે.
Tata Nexon
જૂના પ્રોટોકોલ હેઠળ કંપનીની આ ગાડીને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળેલું છે. કારની શરૂઆતની એક્સ શોરૂમ કિંમત 7.79 લાખ રૂપિયા છે. કારમાં 1.2 લીટર પેટ્રોલ ટર્બો એન્જિન અને 1.5 લીટરનું ડીઝલ ટર્બો એન્જિન આપવામાં આવ્યું છે. કંપનીએ કારમાં 1199 સીસી નું એન્જિન આપ્યું છે અને 3 સિલિન્ડર સાથે આ કાર આવે છે.
Mahindra XUV700
ગ્લોબલ NCAP ની કાર ક્રેશ ટેસ્ટિંગમાં આ કંપનીની ગાડીને 5 સ્ટાર રેટિંગ મળેલું છે. તેની શરૂઆતની કિંમત 17લાખથી વધુ છે. આ મહિન્દ્રાની દમદાર એસયુવી છે અને 5 સીટર કેપેસિટી સાથે આવે છે. સેફ્ટીના મુદ્દે કંપની આ કારમાં 7 એરબેગ્સ આપે છે.