Best CNG cars Under 10 Lakh In India 2023: ભારતમાં પેટ્રોલની વધતી કિંમતના કારણે થોડા કેટલાંક સમયમાં સીએનજી પાવર ટ્રેન ઘણી લોકપ્રિય બની ગઈ છે. સીએનજી પેટ્રોલની સરખામણીમાં ઘણું સસ્તું છે. તેના કારણે લોકો સીએનજી કારને ખરીદવાનું પસંદ કરે છે. તે સિવાય ઈ-વાહનોનું ચલણ પણ વધ્યું છે. સારી વાત એ છે કે સીએનજી કવરેજ ઝડપથી વધારી રહ્યું છે અને જો કારમા સીએનજી ખતમ થઈ જાય ત્યારે પણ કાર સરળતાથી પેટ્રોલ પર ચાલી શકે છે. આજે અમે તમને ઓટો બજારમાં 10 લાખ રૂપિયાની કિંમત પર ઉપલબ્ધ કેટલીક બેસ્ટ સીએનજી કાર વિશે માહિતગાર કરીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 લાખ રૂપિયા સુધીનો તમને ફ્રીમાં મળે છે વીમો: તમને ખબર છે, એક રૂપિયો ભરવાની નથી જરૂર
Lizards: ઘરમાં ગરોળીથી મહિલાઓ કરે છે બુમાબુમ! એકવાર અજમાવી જુઓ આ 6 ઉપાય એ ફફડી જશે


મારુતિ સુઝુકી સ્વિફ્ટ: મારુતની સ્વિફ્ટે સીએનજી હેચબેક બજારમાં કબજો કરી લીધો છે, સ્વિફ્ટ કારનું સીએનજી વેરિયન્ટ 1.2 લીટર, 4 સિલિન્ડર, બે જેટ એન્જિનથી સંચાલિત હોય છે. જે 89 PSની મહત્તમ શક્તિ અને 113 એનએમનો ટોર્ક ઉત્પન્ન કરે છે. કંપની દાવો કરે છે કે કાર 39.90 કિમીની રેન્જ આપે છે. હેચબેક માત્ર એક મેન્યુઅલ ગિયરબોક્સ અને VXi,ZXi વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી છે. મારુતિ સુઝુકી સ્વિફ્ટ સીએનજીની શરૂઆતની કિંમત 7.8 લાખ રૂપિયા છે.


60 દિવસ આ રાશિવાળાને ફૂંકી-ફૂંકીને માંડવા પડશે પગલાં, મહાદેવ વરસાવશે કહેર
Sawan 2023: કેમ સ્ત્રીઓને શિવલિંગને અડવાની મનાઇ છે? કારણ જાણશો આશ્વર્ય પામશો


ટાટા ટિયાગો સીએનજી: ટાટાની ટિયાગો સૌથી સસ્તી સીએનજી ગાડી છે. આ હેચબેક 1.2 લીટર. ત્રણ સિલિન્ડર રેવોટ્રોન એન્જીનની સાથે આવે છે. જે 86 પીએસની મહત્તમ એનર્જી અને 113 એનએમનો પીક ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. ટાટા મોટર્સ 26.49 કિલોમીટરની ફ્યૂઅલ ક્ષમતાનો દાવો કરે છે. આ કાર માત્ર 5 સ્પીડ મેન્યુઅલ ગિયર બોક્સની સાથે આવે છે અને તેને ચાર વેરિયન્ટમાં રજૂ કરવામાં આવે છે. ટિયાગોની કિંમત 6.30 લાખ રૂપિયા એક્સ-શો રૂમથી શરૂ થઈ જાય છે અને 7.82 લાખ રૂપિયા એક્સ-શો રૂમ સુધી જાય છે. 


Shravan 2023: શ્રાવણ મહિનામાં ઘરે બનાવો આ ફરાળી વાનગીઓ, મળશે બજાર જેવો ટેસ્ટ
મહાદેવને ભૂલથી પણ ચડાવશો નહી આ ફૂલ, જાણો કયું ફૂલ ચડાવવાથી કેવું મળે છે ફળ


હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ-10 નિયોસ: ગ્રાન્ડ આઈ-10 નિયોસ પોતાના ફીચર્સના કારણે ઘણી લોકપ્રિય છે. આ હેચબેક 1.2 લીટર, ચાર સિલિન્ડર એન્જીન દ્વારા સંચાલિત છે. જે 83 પીએસની મહત્તમ શક્તિ અને 113 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. સીએનજી પર ચાલવાથી પાવર આઉટપુટ ઘટીને 68 બીએચપી થઈ જાય છે અને ટોર્ક એનએમ સુધી પહોંચે છે. તેને 5 સ્પીડ ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે. કાર મેગ્ના, સ્પોર્ટ્સ અને એસ્ટા ત્રણ વેરિયન્ટ્સમાં આવે છે. કારના સ્પોર્ટ્સ વેરિયન્ટની કિંમત 7.70 લાખ રૂપિયા અને એસ્ટા વેરિયન્ટની કિંમત 8.45 લાખ રૂપિયા છે. 


Shravan 2023: શ્રાવણ મહિનામાં ઘરે બનાવો આ ફરાળી વાનગીઓ, મળશે બજાર જેવો ટેસ્ટ
Health Tips: આજે જ ડાયટમાં કરો સામેલ આ વસ્તુઓ,કેન્સર અને હાર્ટએટેક આસપાસ પણ નહી ફરકે


હ્યુન્ડાઈ  ઓરા સીએનજી: કોમ્પેક્ટ સીએનજી સિડાન હ્યુન્ડાઈ ઓરા ભારતમાં ઘણી લોકપ્રિય છે. આ હેચબેકમાં ગ્રાન્ડ આઈ-10 નિયોસ જેવું જ એન્જીન છે. તે મહત્તમ 83 પીએસની મહત્તમ શક્તિ અને 113 એનએમનો પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. સીએનજી પર ચાલવાથી પાવર આઉટપુટ ઘટીને 68 બીએચપી થઈ જાય છે. અને ટોર્ક 95 એનએસ સુધી ઘટી જાય છે. હ્યુન્ડાઈ ઓરા સીએનજી બે વેરિયન્ટમાં આવે છે. એસની કિંમત 6.09 લાખ રૂપિયા અને એસએક્સની કિંમત 8.58 લાખ રૂપિયા એક્સ શો રૂમ છે.


શું તમે પણ ઉપવાસ પ્રથમવાર કરી રહ્યા છો? બસ આટલું ધ્યાન રાખશો તો નહી પડો બિમાર
Orange Seeds: બ્લડપ્રેશરવાળાઓ માટે આર્શિવાદરૂપ છે સંતરાના બીજ, જાણો ફાયદા
કાજુ કોને ન ભાવે? જો ખાતા હોય તો જરૂર વાંચજો, આ લોકો માટે ઝેર સમાન છે Cashew!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube